ગોધરા શહેરના આઈટીઆઇ ખાતે દિવ્યાંગજનો પોતે ધંધો કરી આત્મનિર્ભર બની શકે તે માટે 12 દિવસ માટે તાલીમ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. જેમાં 30 જેટલા દિવ્યાંગજનોએ સેડા અંતર્ગત ઉદ્યોગ સાહસિકતા વિકાસ તાલીમ કાર્યક્રમમાં ભાગ લીધો હતો. આ તાલીમ કાર્યક્રમમાં ઉદ્યોગની પસંદગીથી લઈને ધંધો શરૂ કરવા સુધીની માહિતી આપવામાં આવી હતી. જેવી કે, ધંધો ક્યાં અને કેવી રીતે કરવો, ધંધાની વિવિધ તકો જેમાં માર્કેટિંગ પ્રોજેક્ટ રિપોર્ટ, હિસાબી વ્યવસ્થા, નાણાકીય આયોજન વગેરે વિષયો પર નિષ્ણાંતો દ્વારા તાલીમ આપવામાં આવી હતી.
સમાજ સુરક્ષા ગુજરાત સરકાર વિકલાંગ (દિવ્યાંગ) નાણા અને વિકાસ નીગમ તથા સામાજિક ન્યાય અને અધિકારીતા વિભાગ દ્વારા ભારતીય ઉધમિતા વિકાસ સંસ્થા ખાતે સ્થાપવામાં આવેલા છે. દિવ્યાંગજન સશક્તિકરણ કેન્દ્ર સેડા દ્વારા સી એન્ડ વી વુમન એન્ડોસ્પીયર ફાઉન્ડેશન અમદાવાદ સંસ્થાના સહયોગથી ગોધરા આઈ.ટી.આઈ ખાતે 12 દિવસ માટે ઉદ્યોગ સાહસિકતા વિકાસ તાલીમનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં 30 જેટલા દિવ્યાંગજનોએ ભાગ લીધો હતો.
ગોધરા શહેરના આઈટીઆઇ ખાતે દિવ્યાંગજનો માટે યોજવામાં આવેલા તાલીમ કાર્યક્રમમાં દિવ્યાંગજનો પોતે પોતાના જીવનમાં પગભર થાય તે માટે સંસ્થા દ્વારા પ્રયાસો કરવામાં આવ્યા હતા. જેમાં દિવ્યાંગજનો પોતાની શક્તિઓનો કઈ રીતે ઉપયોગ કરે તેમજ આર્થિક રીતે આત્મનિર્ભર બને તેવું આયોજન કરવામાં આવ્યું હતું.
જેમાં તાલીમ લીધેલા દિવ્યાંગજનોએ તાલીમ બાદ પોતાના અભિપ્રાયો આપ્યા હતા. જેમાં બારીયા છત્રસિંહ કાળુંસિંહએ જણાવ્યું હતું કે, ગોધરાના આઈ.ટી.આઈ ખાતે યોજાયેલ 12 દિવસીય તાલીમમાં એમને એવા ગુરુ મળ્યા કે જેવો એ એમને ઘણું બધું માર્ગદર્શન પૂરું પાડ્યું છે. એમને અમારા જીવનમાં પહેલી વખત આવું શિક્ષણ આપવામાં આવ્યું છે. અત્યાર સુધી અમને કોઈ પણ આવું શિક્ષણ આપી રસ્તો નથી બતાવ્યો. માટે અમને આ બે ગુરુઓએ જે રસ્તો બતાવ્યો છે તે રસ્તા ઉપર અમારે ચાલી કઈક કરી બતાવવું છે. એમ ઉદ્યોગ સાહસિકતામાં ધંધો કઈ રીતે કરવો અને અમે ઘરે ના બેસી રહીએ અને અમારા જીવનમાં કંઈ કરી બતાવીએ તે માટે તાલીમ આપી છે.
આ અંગે જ્યોતિ પટેલે જણાવ્યું હતું કે, અમે 12 દિવસ સુધી જે ઉદ્યોગ સાહસિકતાની તાલીમ લીધા બાદ અમે પણ પગભર બની શકે છે. આ ઉપરાંત ગુજરાત સરકાર દ્વારા દિવ્યાંગોજનો માટે જે યોજનાઓ આપી છે તે માટે સરકારનો આભાર માન્યો હતો.
ત્યારબાદ હિંમતનગરથી આવેલા જગદીશભાઈ હિંમતભાઈ પટેલે જણાવ્યું હતું કે, અમે બંને પતિ-પત્ની દિવ્યાંગ છે. પરંતુ અમને દિવ્યાંગ જેવું લાગતું નથી. એનું કારણ એક જ છે કે ગોધરાના આઈટીઆઇ ખાતે 12 દિવસ ટ્રેનિંગ દરમિયાન અમને જે તાલીમ આપવામાં આવી છે. જેમાં અમે દરેક દિવ્યાંગજણો પોતે કઈ રીતે ધંધો કરી આત્મ નિર્ભર બની શકે તે માટે વિશેષ તાલીમ દ્વારા માર્ગદર્શન પૂરું પાડવામાં આવ્યું હતું.
તેમને વધુમાં જણાવ્યું હતું કે, અમારે દિવ્યાંગ ગૃહઉદ્યોગ નામની ફેક્ટરી છે. જેમાં અમે ગુરુ શક્તિ ડિટર્જન્ટ પ્રોડક્ટ બનાવીએ છીએ અને આ પ્રોડક્ટ ફક્ત અને ફક્ત દિવ્યાંગજનો માટે જ બનાવીએ છીએ. દિવ્યાંગોજનો સિવાય અમે બીજા કોઈને પણ આ પ્રોડક્ટ આપતા નથી અને આ પ્રોડક્ટની એજન્સી જોઈતી હોય તો અમે ફક્ત જે દિવ્યાંગ છે તેને જ આપીશું. કેમ કે અત્યાર સુધી દિવ્યાંગ આત્મનિર્ભર બન્યા નથી, જેથી અમારી પ્રોડક્ટ લઈ પોતે આત્મનિર્ભર બને તેવા અમારો સંકલ્પ છે.
વધુમાં જગદીશભાઈએ જણાવ્યું હતું કે, તેઓએ અને તેમની પત્ની ચેતનાબેને ધ્યેય લીધો છે કે તેમના દ્વારા જે પ્રોડક્ટ તૈયાર કરવામાં આવે છે તે પ્રોડક્ટ દિવ્યાંગજનો ઘરે ઘરે જઈ પોતે ધંધો કરે અને આત્મ નિર્ભર બને તે માટે અમે કટિબંધ બન્યા છે. જગદીશભાઈની જે ફેક્ટરી છે, તેમાં અત્યાર સુધી 150 દિવ્યાંગ કામ કરે છે અને મહિનામાં ત્રણ લાખ જેટલું કામ કરી વેચાણ કરે છે. તેમનો ધ્યેય છે કે, તેઓ 1000 જેટલા દિવ્યાંગોને આ કામમાં જોડી અને ગામે ગામ ગુરુશક્તિ ડિટર્જન દ્વારા જે સાબુ બનાવવામાં આવે છે તે સાબુ દિવ્યાંગનો પાસેથી લે તે માટે નિર્ધાર કર્યો છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.