ગોધરાની રાણી મસ્જિદ પાસે મોલ્લાના આઝાદ રોડ ખાતે રહેતી મદીયા ઝફર અેહમદ સુઝેલાના લગ્ન તા.8 નવેમ્બર 2019ના રોજ ગોધરાના ગોન્દ્વાની સલામત સોસાયટીમાં રહેતા મોહમદઆદીલ નિશાર બડંગા સાથે સમાજના રીતો રિવાજ મુજબ થયા હતા. લગ્ન થયા પછી સાસુ ફરજાના નિશાર બડંગા, સસરા નિશાર હુસેન બડંગા સાથે સંયુક્ત કુટુંબમાં રહેતી હતી. લગ્નના બે માસ સુધી મદીયા સાથે સાસરી પક્ષે સારુ રાખ્યું હતું. ત્યાર બાદ પતિ મોહમદઆદીલ દ્વારા નાની નાની બાબતે શક વહેમ રાખીને ગાળો બોલી મદીયાને મારઝૂડ કરતો હતો.
અવાર નવાર મદીયાને દહેજ માટે પતિ મોહમદઆદીલ, સાસુ ફરજાના તથા સસરા નિશાર મેણા ટોણા મારી હેરાન પરેશાન કરતા હતા. મારા માતા પિતા દહેજ આપવાની હેસીયત ન હોવાનું જણાવતા મદીયાને પતિ મોહમદઆદીલ દ્વારા મારઝૂડ કરી શારિરીક તથા માનસિક ત્રાસ આપવામાં આવતો હતો. મોહમદઆદીલ મોબાઇલની દુકાન કરવી છે તુ પૈસા લઇને આવ તેવુ કહેતા મદીયાએ પૈસા નહીં આપતા મોહમદઆદીલે તા. 24 એપ્રિલના રોજ મદીયાના માતા, પિતા તથા બે મામાની સામે એક્કી સાથે ત્રિપલ તલ્લાક આપ્યા હતા.
જેને લઇને મદીયાએ ગોધરા મહિલા પોલીસ મથકે મુસ્લિમ મહિલા લગ્ન પર અધિકારોનું રક્ષણ અધિનિયમ તથા દહેજના ગુના હેઠળ ફરિયાદ નોંધવતા પોલીસ કાર્યવાહી હાથ ધરી હતી. જ્યારે એલસીબી પોઇ જે.એન.પરમારને ખાનગી બાતમીદાર દ્વારા બાતમી મળી હતી કે ગોધરા મહિલા પો.સ્ટે. દહેજ તથા મુસ્લિમ મહિલા લગ્ન અધિકારોનું રક્ષણના ગુનાના આરોપી મોહમદઆદીલ નિશાર હુસેન બડંગા તથા નિશાર હુસેન બડંગા તેમના ઘરે ગોન્દ્વાની સલામત સોસાયટી હાજર છે. બાતમીના આધારે એલસીબી પોસઇ આઇ.એ.સીસોલીયા, મહિલા પોલીસ સ્ટેશનના સ્ટાફ સાથે એલ.સી.બી. સ્ટાફના માણસોએ બાતમી વાળા ઘરે તપાસ કરતા બંન્ને મળી આવતા તેઓને પકડી પાડી કાયદેસરની કાર્યવાહી કરવા અટક કરેલ છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.