ફરિયાદ:વેજલપુરનો પાકા કામનો કેદી વચગાળા જામીન મેળવીને ફરાર થતાં ફરિયાદ

ગોધરા23 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • ભરણપોષણના નાણાં ન ભરતાં વડોદરામાં 300 દિવસની જેલની સજા ભોગવતો હતો

કાલોલ તાલુકાન વેજલપુરનો મુસ્તાક ઇસ્માઇલ બદનાને કાલોલ કોર્ટે ભરણપોષણના રૂા.72 હજાર ન ભરતાં 300 દિવસની સજા વડોદરા મધ્યસ્થ જેલમાં વિતાવતો હતો. તારીખ 8 ફેબ્રુઆરીના રોજ 60 દિવસના વચગાળાના જામીન પર છુટયો હતો. તેના જામીનની રજા પુર્ણ થતાં તારીખ 9 અેપ્રિલના રોજ વડોદરા મધ્યસ્થ જેલમાં હાજર થવાનું હોવા છતાં તે હાજર નહિ થઇ ફરાર થઇ ગયો હતો. જેથી ફરાર વેજલપુરના મુસ્તાક બદના વિરુદ્ધ વેજલપુર પોલીસ મથકે વડોદરા મધ્યસ્થ જેલના જેલરે ફરીયાદ નોધાવવામાં આવી હતી.

અન્ય સમાચારો પણ છે...