તપાસ:મહિલાને વોટ્સએપ દ્વારા પતિએ ત્રિપલ તલાક આપતાં ફરિયાદ

ગોધરા3 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • પતિ સહિત સાસરિયાઓ વિરુદ્ધ ગુનો નોંધીને તપાસ હાથ ધરાઇ

ગોધરામાં મહિલાને તેના પતિ તથા સાસરીયાઅો ગમતી નથી તેમ કહીને માનસીક ત્રાસ અાપીને ચિઠ્ઠીમાં ત્રિપલ તલાક લખીને વોટ્સઅપ મેસેજ કરતાં ગોધરાના મહિલા પોલીસ મથકે ફરીયાદ નોધાઇ હતી. ગોધરા ના જહુરપુરા શાકમાર્કેટ નજીક રહેતા સફીયાબેનના સરીયત મુજબ પ્રેમલગ્ન શિકારી મહોલ્લા વિસ્તારમાં રહેતા યુનુસ એહમદ ભાગલિયા સાથે થયા હતા. છેલ્લા અેક વર્ષથી યુનુસ તેના માતાપિતાને ઘરે અાવતો જતો હતો.

તેઓના પતિ, રજીયા ભાગ્લિયા, ઉમર ફારૂક ભાગલિયા અને આયશા ભાગલિયાની ચઢામણીથી પત્નીને વાંક વિના અપશબ્દો બોલીને માર મારીને કહ્યું હતું કે તું મને ગમતી નથી, મારે બીજી બૈરી લાવવાની છે, તું આ ઘરમાંથી નીકળી જા, તેમ કહીને ત્રાસ આપ્યો હતો.

જ્યારે સાસરિયાઓ દ્વારા પણ યુનુસ એહમદ ભાગલિયાને તારે સફિયાને ઘરે લાવવાની નહિ અને તું એને છૂટાછેડા આપી દે, અમે તને બીજી બૈરી કરાવી આપીશું તેવી ચઢામણી કરી હતી, જેને લઇને યુનુસ એહમદ ભાગલિયાએ ચિઠ્ઠીમાં ત્રિપલ તલાક લખીને વોટ્સઅપ પર સફીયાબેનને મેસેજ કરીને ટ્રિપલ તલાક આપી દીધા હતા, અા અંગેની ગોધરા મહિલા પોલીસ મથકે મુસ્લિમ મહિલા અધિનિયમ 2019ની કલમ 4 મુજબ ગુનો નોંધાવ્યો હતો.

અન્ય સમાચારો પણ છે...