મારામારી:ગોમા નદીમાં તપાસ ટાણે ખાણ ખનીજ વિભાગના કર્મીને જાનથી મારવાની ધમકી આપતાં ફરિયાદ

ગોધરા13 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • ટ્રેક્ટર પોલીસ મથકે લઇ જવા સમયે મારામારી કરી પાડી નાંખવાની કરેલી કોશિશ
  • કર્મચારીઓ ચાલુ ટ્રેક્ટરે જાન બચાવવા કૂદી પડતાં ચાલક ટ્રેક્ટર લઇ નાસી ગયો

પંચમહાલ ખાણ ખનિજ વિભાગના કર્મચારી હિતેશભાઇ રામાણી કચેરીમાં લેખીતમાં ખનિજ ચોરીની અાવેલી ફરીયાદના અાધારે તા. 29 જુલાઇના રોજ ડ્રોન ટીમ સાથે કાલોલ પાસેની ગોમા નદી પર તપાસ હાથ ધરવા પહોચ્યા હતા. ત્યારે ટ્રેકટરમાં મજુરો રેતી ભરતા હોવાનું જોવા મળ્યુ હતુ. જેની તપાસ માટે ટીમ અાગળ જતા ટીમને આવતી જોઇ જતા મજુરો ત્યાંથી નાસી છુટ્યા હતા.

નંબર વગરનું ટ્રેક્ટર ટીમ સાથે આવેલ સિક્યુરીટી ગાર્ડ હરીશભાઇ ભોઇઅે ટ્રેકટર કાલોલ પોલીસ સ્ટેશન લઈ લેવા કહ્યુ હતુ. તે દરમ્યાન ટ્રેક્ટરના માલિક રાજુભાઇ બેલદારને ટ્રેક્ટર પરથી નીચે ઉતરી જવા કહી તેઓ સાથે ઝપાઝપી કરી હાથ પકડી ખેંચી અને લાફો મારતાં ટ્રેકટર પરથી હરેશભાઇ દુર હટી ગયા હતા. માલીકને ટ્રેકટર કાલોલ પોલીસ સ્ટેશન લઇ જવા કહેતા દાદાગીરી કરતા શંકા જતા ખનીજ વિભાગના કર્મચારી ટ્રેક્ટર પર બેસી ગયા હતા.

માલીકે પુર ઝડપે ઉબડ - ખાબડ રસ્તામાં ટ્રેકટર ચલાવવા કહેતા ટ્રેક્ટર પરથી પડતા બચી ગયા હતા. જાનથી મારીશ જેવા ધમકી ભર્યા શબ્દો ઉચ્ચારી અમો સાથે ઉગ્ર વર્તન કરેલ તેમજ કર્મચારીને માર મારી ઝપાઝપી કરતા ચાલુ ટ્રેકટરે ટ્રેકટરની ચાવી ખેંચી અમો કુદી ગયેલ તેમજ તેઓ ટ્રેકટર લઈ નાસી છૂટેલ ટ્રેકટરના ડ્રાઇવર તથા તેના માલિકે સરકારી ફરજમાં રુકાવટ કરતા ખાણ ખનિજ વિભાગના કર્મચારી હિતેશભાઇઅે કાલોલ પોલીસ મથકે ફરીયાદ નોંધાવી છે.

અન્ય સમાચારો પણ છે...