ગોધરા તાલુકાના કાકણપુર અર્થક્ષમ સેવા સહ મંડળીમાં ચેરમેન તરીકે પૂજાભાઈ લાલાભાઇ મહેરા ફરજ બજાવતા હતા. જેઓ મંડળીમાં આવતી જીવન જરૂરી વસ્તુઓ તથા ખાતર બિયારણ અને ખેતીના ધિરાણ ખરીદ કરીને ગ્રાહકોને વેચાણ કરતા હતા. જેના વ્યાપાર સંબંધી ખરીદ વેચાણના આવકના હિસાબો પોતે રાખતા હતા. ત્યારે ઓડિટમાં રૂા.13,30,963ની કાયમી ઉચાપાત કરી હોવાનું જણાઇ આવ્યું હતુ.
જે સંદર્ભે પૂજાભાઈ લાલાભાઇ મહેરા તા.4 એપ્રિલ 2018 થી તા.18 એપ્રિલ 2019 દરમિયાન જુદી-જુદી તારીખોમાં કુલ રૂા.2,49,261 જમા કરાવ્યા હતા. જ્યારે રૂા.10,81,702 પોતાના અંગત ખર્ચમાં વાપરી કાઢ્યા હોવાથી તેઓને તાત્કાલીક હોદ્દા પરથી દૂર કરવામાં આવ્યા હતા.
દરમિયાન અનોપસિંહ દલપતસિંહ રાઉલજીને ચેરમેન તરીકે નિયુક્ત કરવામાં આવતાં તેમણે કાંકણપુર પોલીસ મથકે આ ઉચાપત અંગે ફરિયાદ નોંધાવી હતી. આ ફરિયાદના આધારે કાંકણપુર પોલીસ દ્વારા પુજાભાઈ લાલાભાઇ મહેરા વિરુદ્ધ ગુનો દાખલ કરી આગળની વધુ તપાસ હાથ ધરવામાં આવી હતી.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.