કાલોલના રજાક ઉમર કાનોડિયાના 18 વર્ષ પહેલા રોશનબાનુ સાથે લગ્ન થયા હતા. 2021 બાદ પતિ મારઝુડ કરીને અપશબ્દો બોલતો હતો. નજીવી બાબતે ઝગડો કરી ઘરમાંથી પહેરેલા કપડે કાઢી મૂકતો હતો. જે સમયે પરણિતાની દીકરીને આંખમાં તકલીફ થતા પતિને સારવાર માટે વારંવાર કહેવા છતા સારવાર કરાવેલ નહી. તા.26/9/22ના રોજ પરણીતા પિતાને ઘરે હતી તે સમયે રજાકે ટપાલથી નોટિસ મોકલતા પરણીતા તેના સાસરે અાવતા તેના ઘરમા અાવવા દીધી ન હતી. બાદ તા.6 ડીસે. 2022 ના રોજ પરણિતાના પતિ રજ્જાક દ્વારા લેખીત નોટિસમાં પ્રથમ તલાક આપ્યા હતા.
જે તલાકનાં કાગળમાં પતિ અને બે સાક્ષીઓની સહી કરેલી હતી.18 જાન્યુઅારી 2023 માં પરણીતા તેના ઘરે હાજર હતી. ત્યારે તેના ભાઈની હાજરીમા તેના પતિ રઝાક ઉમર કાનોડિયાં દ્વારા બે વાર તલાક તલાક બોલીને મારે હવે તારી સાથે કોઇ સંબંધ રહેતો નથી એમ કહીને જતો રહ્યો હતો. પરણીતાની ફરીયાદના આધારે કાલોલ પોલીસે રઝાક ઉમર કાનોડિયા વિરૂદ્ધ શારીરિક માનસિક ત્રાસ અને ધાક ધમકીની કલમો સહિત મુસ્લીમ મહિલા (લગ્ન ઉપર અધીકારો નુ રક્ષણ) અધિનિયમ ૨૦૧૯ ની કલમ ૩,૪ મુજબ ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.