માગ:લુણાવાડામાં ડોક્ટરનું સ્ટિંગ કરીને તોડ કરતાં 3 બોગસ પત્રકાર સામે ફરિયાદ

ગોધરા15 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • બીજા બે બોગસ પત્રકારોએ 1.50 લાખની માંગણી કરી હતી

લુણાવાડાની હોસ્પિટલમાં બોગસ પત્રકાર બનીને ડોકટર સાથે ગર્ભપાતની વાતો કરીને ડોકટર પાસે 1.50 લાખની માંગણી કરીને પૈસા નહિ આપો તો બદનામ કરવાની ધમકી આપી હતી. લુણાવાડા એલસીબી પોલીસે એક બોગસ પત્રકારને પકડી લીધો હતો. 3 સામે ફરિયાદ નોંધાઇ હતી.

લુણાવાડાની હોસ્પિટલમાં દર્દીના સગા બનીને મહેસાણાના બહુચરાજીનો બોગસ પત્રકાર રમેશ કમાભાઈ પરમાર બની ગયો હતો. રમેશે ડોક્ટરનું સ્ટિંગ કરવા માઇક્રોફોન, ટેબ્લેટ તથા મોબાઈલથી ડોકટર સાથે થયેલી વાતચીતનું રેકોર્ડિંગ કર્યું હતું. બોગસ પત્રકાર રમેશ પરમારે મહિલાને છોકરી હોવાથી ગર્ભપાત કરવાની વાત કરીને તમામનું સ્ટિંગ કરીને જતો રહ્યો હતો. થોડીવારમાં તેના તોડબાજ બે સાથી સાથે હોસ્પિટલમાં તહેલકા ન્યુઝ ચેનલમાંથી આવું છું કહીને ડોકટર પાસે સ્ટિંગ કર્યાની વાત કરી હતી.

દિલ્હીનો અનુજ અગ્રવાલ અને ઉત્તર પ્રદેશનો ભૂપેન્દ્ર નામના બોગસ પત્રકારે સ્ટિંગ ન્યુઝમાં બતાવીને બદનામ કરવાની ધમકી આપીને 1.50 લાખની માંગણી કરતાં તબીબ ગભરાયા હતા. બોગસ પત્રકારો જતાં રહ્યાં બાદ બહુચરાજીના રમેશ પરમાર સહિત 3 એ ડોકટર પાસે પૈસાની માગણી કરતાં ડોક્ટરે પોલીસને જાણ કરતાં લુણાવાડા એલસીબી પોલીસે હોસ્પિટલ પહોંચીને બોગસ પત્રકાર રમેશ પરમારને પકડી પડ્યો હતો.

જ્યારે તેના બીજા બે તોડબાજ બોગસ પત્રકાર નાસી ગયા હતાં. લુણાવાડા પોલીસ મથકે બોગસ પત્રકાર બહુચરાજીના રમેશ કમાભાઈ પરમાર, દિલ્હીના અનુજ અગ્રવાલ તથા ઉત્તરપ્રદેશના ભૂપેન્દ્ર સામે તબીબે ગુનો નોંધીને વોન્ટેડ બે બોગસ પત્રકારોની શોધખોળ શરૂ કરી હતી.

અન્ય સમાચારો પણ છે...