'સ્વચ્છ ભારત 2.0':ગોધરામાં એસટી બસ સ્ટેશન ખાતે નહેરુ યુવા કેન્દ્ર દ્વારા સાફસફાઇ અભિયાન હાથ ધરાયું; અન્ય સંસ્થાઓ પણ આ અભિયાનમાં સહભાગી બની

પંચમહાલ (ગોધરા)2 મહિનો પહેલા

ગોધરા નેહરુ યુવા, સ્ટુડન્ટ ફોર સેવા, તેમજ ગુજરાત રાજ્ય વાહન વ્યવહાર નિગમ ગોધરાના સંયુક્ત ઉપક્રમે સ્વચ્છ ભારત 2.0 અંતર્ગત ગોધરાના લાલબાગ બસ સ્ટેન્ડ ખાતે સ્વચ્છતા અભિયાન હાથ ધરવામાં આવ્યું હતું. જેમાં લાલબાગ બસ સ્ટેન્ડના ચારેબાજુ પડી રહેલા સિંગલ યુઝ પ્લાસ્ટિક એકત્ર કરી તેમજ સાફ સફાઈ કરી લોકો સુધી એક સંદેશો ફેલાવવામાં આવ્યો હતો અને જાહેરમાં પ્લાસ્ટિક અને કચરો રોડ ઉપર ન ફેકવા માટે અનુરોધ કરવામાં આવ્યો હતો.

આ સફાઈ અભિયાનમાં એસટી બસ સ્ટેન્ડના કર્મચારી, સહિત ડેપો મેનેજર અને મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ, વિદ્યાર્થીઓ તેમજ ખાનગી એજન્સીના સફાઈ કર્મચારીઓ સહભાગી બન્યા હતા. અને લાલબાગ બસ સ્ટેન્ડની સાફ સફાઈ કરવામાં આવી હતી. આ ઉપરાંત લાલબાગ બસ સ્ટેન્ડ પાસે વડોદરા જતા સ્ટેન્ડ ઉપર આવેલા જાહેર શૌચાલયનું ગંદુ પાણી બસ સ્ટેન્ડની પાછળ આવેલા દિવાલ મારફતે રોડ ઉપર રેલાતું હતું. તેને તાત્કાલિક ધોરણે એસટી તંત્ર દ્વારા દીવાલની નીચે જે લીકેજ થઈ પાણી બહાર આવતું હતું. તેના ઉપર સિમેન્ટનો માલ નાખી પૂરી દેવામાં આવ્યું હતું અને સતત ચાર દિવસ સુધી ટેન્કર દ્વારા ગંદા પાણીનો નિકાલ કરવામાં આવ્યો હતો.

ગોધરા લાલબાગ બસ સ્ટેન્ડ ખાતે યોજાયેલા સફાઈ અભિયાનમાં ગોધરા એસટી બસ સ્ટેન્ડના ડેપો મેનેજર કે.એ. પરમાર, નેહરુ યુવા કેન્દ્રના રાષ્ટ્રીય યુવા સેવા કર્મી વ્રજ શાહ અને હર્ષ મહેતા તેમજ એબીવીપી ગોધરાના નગરમંત્રી ઈશાન શર્મા અને સ્ટુડન્ટ ફોર સેવાના સંયોજક માનવ શાહ વગેરે ઉપસ્થિત રહ્યાં હતાં.

અન્ય સમાચારો પણ છે...