'સેફ ઈન્ડિયા હીરો પ્લસ એવોર્ડ-2023' એનાયત કરાયો:પંચમહાલ- મહિસાગરના ચીફ કોર્ડિનેટરને એવોર્ડ આપી સન્માનિત કરાયા; ફાયર એન્ડ સેફટી અને ડિઝાસ્ટર મેનેજમેન્ટનાં ઉમદા કાર્યો માટે સન્માન

પંચમહાલ (ગોધરા)એક મહિનો પહેલા
  • કૉપી લિંક

શહેરા ખાતે આવેલીમુક્તજીવન ડિઝાસ્ટર મેનેજમેન્ટ એન્ડ રેસ્ક્યુ ટ્રેનિંગ એકડેમી પંચમહાલ- મહિસાગરના ચીફ કોર્ડિનેટર મનજીત વિશ્વકર્માને સેફ ઈન્ડિયા હીરો પ્લસ એવોર્ડ - 2023થી સન્માનિત કરાયા. જેમાં દિલ્હી ફાયર સર્વિસના ડાયરેક્ટર અતુલ ગર્ગના વરદ હસ્તે એવોર્ડ તેમજ સર્ટિફિકેટ સન્માનિત કરવામાં આવ્યા હતા. દેશના દરેક રાજ્યોમાંથી ફાયર એન્ડ સેફટી અને ડિઝાસ્ટર મેનેજમેન્ટનાં ઉમદા કાર્યો માટે આ એવોર્ડ તેમજ સર્ટિફિકેટથી સન્માનિત કરવામાં આવતા હોય છે.

ગુજરાતથી મુક્તજીવન ડિઝાસ્ટર મેનેજમેન્ટ એન્ડ રેસ્કયુ ટ્રેનીંગ એકેડમી, અમદાવાદના સેન્ટર ડાયરેક્ટર ગજેન્દ્રસિંહ તથા પંચમહાલ મહીસાગરના ચીફ કોર્ડીનેટર મનજીત વિશ્વકર્માને એવોર્ડ તથા સર્ટિફિકેટ અર્પણ કરી સન્માનિત કરવામાં આવ્યા હતા. આ સેફ ઈન્ડિયા હીરો પ્લસ એવોર્ડ એનાયત કાર્યક્રમ કિંગ્સ એક્સપો મીડિયા લિમિટેડ, મુંબઈ દ્વારા આયોજન કરવામાં આવ્યું હતું. મણિનગર શ્રી સ્વામિનારાયણ ગાદી સંસ્થાના આચાર્ય જ્ઞાનમહોદધિ જિતેન્દ્રિયપ્રિયદાસજી સ્વામીજી મહારાજ પ્રેરિત અને ભગવતપ્રિયદાસજી સ્વામી તથા ગુરુપ્રિયદાસજી સ્વામીના માર્ગદર્શન હેઠળ ખૂબ જ સારી રીતે બચાવ તેમજ રેસ્ક્યુની કામગીરી કરવામાં આવી રહી છે.

અન્ય સમાચારો પણ છે...