ચેકવોલમાં ગેરરીતીના આક્ષેપો:નદીસર ગ્રામ પંચાયત વિસ્તારમાં બનાવામા આવેલા ચેકવોલમાં છબરડાં; કોંગી નેતાએ કહ્યું- આ ચેકવોલ બનાવવાનું નહીં પરતું ચેક લેવાનું કૌભાંડ

પંચમહાલ (ગોધરા)13 દિવસ પહેલા

શહેરા તાલુકા પંચાયતના વિરોધ પક્ષના નેતાએ તાજેતરમાં ગોધરા તાલુકાના નદીસર ગ્રામપંચાયત માં એક વર્ષમાં 20 ચેકવોલ બનાવવામાં આવ્યા છે અને એક વરસાદમાં આ બધા જ ચેક વોલનું ધોવાણ થતા મોટાપાયે લાખો રૂપિયાનો ભ્રષ્ટાચાર આચરવામાં આવ્યો હોવાનો આક્ષેપ કરતી અરજી ગાંધીનગર ખાતે ઉચ્ચ કક્ષાએ કરવામાં આવી હતી. જેમાં જણાવ્યું હતું કે ચેકવોલ માં કોઈપણ પ્રકારનું મટીરીયલ નિયમ મુજબ વાપરવામાં આવ્યું નથી. ફક્ત માટી જેવી રેતી અને હલકો સિમેન્ટ તથા ગુણવતા વગરના માલનો ઉપયોગ કરવામાં આવ્યો છે. તેના કારણે બધા જ ચેક વોલ તૂટી ગયેલ છે અને અમે જાત તપાસ કરતા અન્ય ચેક વોલ પણ આવી હાલતમાં ધોવાયેલા હોવાનું બહાર આવ્યું હતું.

અંદાજે એક કરોડનું નુકસાન સરકારની આ યોજના દ્વારા કરવામાં આવ્યું છે. વધુમાં તેઓએ આક્ષેપ કર્યો હતો કે ચેક વોલના ભ્રષ્ટાચાર બાબતની અરજી ગોધરા ખાતે કરવામાં આવી હતી. પરંતુ અમુક જ ચેક વોલનું પંચનામું કરવામાં આવ્યું હતું. જયારે અન્ય ચેક વોલના પંચનામા કરવામાં આવ્યા ન હતા ચેક વોલ બનાવેલ છે. તે ભાજપના કાર્યકરો હોય તેના કારણે સ્થાનિક તંત્ર તપાસ કરતું નથી જે બાબત ને લઈને ઉચ્ચ કચેરીના આદેશો જારી થતા આજે ગોધરા તાલુકાની ટીમ તપાસ અર્થે નદીસર ગ્રામપંચાયતની હદમાં પહોંચી હતી અને સ્થળ નિરીક્ષણ કર્યું હતું.

આ કૌભાંડ નહીં મહાકૌભાંડ: વિરોધ પક્ષના નેતા જે બી સોલંકી
ગોધરા તાલુકાના નદીસરગામે બનાવેલ 20 જેટલા ચેકવોલ માં કૌભાંડ નહીં પરંતુ મહાકૌભાંડ આચરવામાં આવ્યું હોય તેવુ વિરોધ પક્ષના નેતા જે બી સોલંકી કહ્યું હતું અને તાત્કાલિક તાલુકા વિકાસ અધિકારી અને ગાંધીનગર ખાતે રજૂઆત કરવામાં આવી હતી જેના સંદર્ભમાં આજરોજ તાલુકા નાયબ વિકાસ અધિકારી નદીસર ગામે આવી ચેકવોલ નું સ્થળ નિરીક્ષણ કર્યું હતું અને 15 થી 20 જેટલા ચેકવોલ બિલકુલ તૂટેલ હાલતમાં છે તેવું લેખિતમાં આપ્યું હતું અને આ બનાવેલ ચેકવોલ ના બિલ અટકાવવામાં આવે કારણકે આ ચેકવોલ માં વાપરવામાં આવેલ મટીરીયલ હલકી કક્ષાનું વાપરવામાં આવ્યું છે આ ઉપરાંત વિરોધ પક્ષના નેતા જે બી સોલંકી એ જણાવ્યું હતું કે નદીસર ગામે 100 મીટરની એરિયામાં બીજો ચેકવોલ ન હોવો જોઈએ પરતું અહીંયા 100 મીટરની અંદર છ જેટલા ચેકવોલ બનાવવામાં આવ્યા છે અને આ ચેકવોલ બનાવવાનું નહીં પરતું ચેક લેવાનું કૌભાંડ આચર્યું છે.

અન્ય સમાચારો પણ છે...