રોષ:ગોધરાની કલેક્ટર કચેરી બહાર ચક્કાજામ કરાયો

ગોધરા15 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • ભુરખલમાં આદિવાસી દંપતીને મારતાં રોષ ફાટ્યો
  • સગર્ભા મહિલાને પણ માર મારવામાં આવ્યો

શહેરાના ભુરખલમાં અાદિવાસી યુવક અને તેની સગર્ભા પત્નીને માર મારતાં સમાજના લોકો ગોધરા કલેકટર કચેરીમાં રજુઅાત કરવા અાવ્યા હતા. કલેકટરે રજૂઅાત સંાભળી ના હોવાનો અાક્ષેપ કરીને લોકો રોષે ભરાયા અને રોડ પર ચક્કાજામ કર્યો હતો. અડધા કલાક સુધી રોડ બ્લોક કરાતાં ટ્રાફિકજામ થયો હતો. અાખરે પોલીસ અાવીને ટ્રાફિકને અન્ય જગ્યાઅે ડાઇવર્ટ કર્યો હતો. સમજાવટ બાદ પ્રદર્શનકારીઅો રોડ ઉપરથી ઉભા થઇને કલેકટર કચેરીની બહાર ધરણાં પર બેઠા હતા.

શહેરાના ભૂરખલમાં રહેતા મહેન્દ્રભાઇ રાઠવાને ગામના માથાભારે ઇસમોએ બોલાચાલી બાદ માર મારતાં પોલીસ પાસે રજુઅાત કરી પ્રોટેકશનની માંગણી કરી હતી. ગામના ખેગાભાઇ ભરવાડ સહિત 10 જણે ફરીથી મહેન્દ્રભાઇ અને તેમની પત્નીને મારીને ઇજાઅો કરતાં હોસ્પીટલ ખસેડયા હતા. શહેરા પોલીસમાં અેટ્રોસીટી સહીતના ગુનાની ફરીયાદ નોધાઇ હતી. અાદિવાસી યુવક અને તેની પત્નીને માર માર્યાની રજુઅાત અને પોલીસે કાર્યવાહી કરી ન હોવાના અાક્ષેપ સાથે સમાજ ગોધરામાં કલેકટર કચેરી ખાતે રજૂઆત કરવા ઉમટી પડ્યો હતો.

કલેકટરે રજુઅાત સાંભળી ન હોવાનો અાક્ષેપ કરીને લોકો રોષે ભરાયા અને કચેરી પાસેના વડોદરા - ગોધરા રોડ પર બેસીને ચક્કજામ કરતા પોલીસ દોડતી થઇ હતી. રોડ પર મહેન્દ્રભાઇ અને સમાજના લોકોએ સુત્રચારો કરતાં પોલીસે ટ્રાફિક ડાઇવર્ટ કર્યો હતો. અડધો કલાક સુધી રોડ બ્લોક કર્યા બાદ સમજાવટથી તેઓ કચેરીની બહાર ધરણાં પ્રદર્શન કરવા બેઠા હતા.

અન્ય સમાચારો પણ છે...