પંચમહાલ જિલ્લા સહિત ગોધરા શહેરમાં આવેલા પટેલવાડા ખાતે હોળી પર્વની ભક્તિભાવપૂર્વક ઉજવણી કરવામાં આવી હતી. જેમાં સંધ્યા સમયે ઠેર-ઠેર લોકોએ હોળી પ્રગટાવીને પરંપરાગત રીતે પૂજા અર્ચના કરી. હોળીમાં ધાણી, ખજૂર, ચણા, કેરી અર્પણ કરીને લોકો હોળીની પ્રદક્ષિણા સાથે વર્ષ દરમિયાન રોગમુક્તિ અને સારુ સ્વાસ્થ્ય રહે તેવી પ્રાર્થના કરી હતી.
ગોધરા શહેરમાં પટેલવાડા વિસ્તારમાં આવેલ અતિ પ્રાચીન અને હીન્દુ-મુસ્લિમ ભાઈઓ વચ્ચે એકતાના પ્રતિક સમાન એકતા હોળીનું આયોજન થયું હતું. પ્રસાદી લઇને લોકોએ પોતાની મનોકામના અને માનતા પૂર્ણ કરીને ધન્યતા અનુભવી હતી. અસત્ય પર સત્યના વિજયના પ્રતિક સમાન હોળીના મહા લોકપર્વની પરંપરાગત રીતે હર્ષોલ્લાસભેર ઉજવણી કરવામાં આવી હતી. આ અવસરે ગોધરા શહેરમાં વિવિધ સ્થળોએ શુભ મુહૂર્તે હોળીકા દહન કરવામાં આવી હતી. આજના દિવસે હોળીકાની પ્રદક્ષિણાનું અનન્ય મહાત્મ્ય રહેલું છે. ગોધરા શહેર અને જિલ્લામાં પરંપરાગત રીતે ઠેર-ઠેર હોળી પ્રગટાવવામાં આવી હતી. જેમાં મોડી રાત્રી સુધી ગોધરાના નગરજનોએ હોળીના દર્શનનો લ્હાવો લીધો હતો. હાલ ચોતરફ હોળી પર્વને લઈને લોકોમાં ભારે ઉત્સાહનો માહોલ જોવા મળી રહ્યો છે.
ગોધરા શહેરના હિન્દુ અને મુસ્લિમ સમાજ અગ્રણીઓની ઉપસ્થિતિમાં હોળી દહનનો કાર્યક્રમ કરવામાં આવે છે. આ હોળી દહન કાર્યક્રમમાં પરંપરાગત હિન્દુ ધર્મ પ્રમાણે ધાર્મિક પૂજા અર્ચના કરી હોળી પ્રગટાવવામાં આવી હતી. આ હોળીકા દહનની વિશિષ્ટતા એ છે કે, અહીંયા વ્હોરા સમાજના લોકો હિન્દુ રીત રિવાજ પ્રમાણે આખો દિવસ ઉપવાસ રાખે છે અને હોળીકા દહન થયા પછી હિન્દુ રીત પ્રમાણે હોળીની પ્રદક્ષિણા કરે અને ત્યારબાદ ઉપાવસ પૂર્ણ કરે છે. અહીંયા આવેલા વ્હોરા સમાજના અગ્રણીઓએ જણાવ્યું હતું કે, અમે છેલ્લા 60 વર્ષથી હોળીકા દહન કાર્યક્રમ પરંપરાગત રીતે આવી ઉજવણી કરીએ છીએ અને અમારી દરેક મનોકામનાઓ પરિપૂર્ણ થાય છે. માટે અમે દર વર્ષે હોળીકા મહા લોકપર્વની પરંપરાગત રીતે હર્ષોલ્લાસભેર ઉજવણી કરીએ છીએ.
ગોધરા શહેરના પટેલવાડા ખાતે છેલ્લા 75 વર્ષથી પરંપરાગત રીતે હોળીકા દહન કાર્યક્રમમાં એક ધાર્મિક માન્યતાઓ રહેલી છે. જેમાં હોળીકા દહન પહેલા જે ધજા ચઢાવવામાં આવે છે. તે ધજા હોળી પ્રગટાવી અને ધજા ચડાવેલી જેવી નીચે પડે છે. ત્યારે તેને એકબીજાના હાથમાંથી લૂંટફાટ કરવામાં આવે છે. જેમાં એક ધાર્મિક માન્યતા રહેલી છે. કારણ કે આ ધજા હોળીકા દહનમાંથી આવે છે માટે શુકનિયાળ માનવામાં આવે છે અને દરેક લોકોની દરેક ઈચ્છાઓ પૂર્ણ થાય છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.