પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના (આયુષ્માન ભારત) સહિત વધુ એક પ્રધાનમંત્રી ભારતીય જન ઔષધિ પરિયોજના જનસામાન્ય માટે આશિર્વાદરૂપ બની છે. ગોધરા સ્થિત બી.આર.જી.એફ ભવન ખાતે જિલ્લા કલેકટર સુજલ માયત્રાની અધ્યક્ષતામાં “આઝાદી કા અમૃત મહોત્સવ”, “G-20” થીમ આધારિત પાંચમા “જન ઔષધિ દિવસ”ની ઉજવણી કરવામાં આવી હતી. જેનો હેતુ જનઔષધિ યોજના વિશે જન-જાગૃતિ વધારી જેનરીક દવાઓને પ્રોત્સાહન પુરું પાડવાનો હતો.
આ પ્રસંગે જિલ્લા કલેક્ટરના હસ્તે પ્રધાનમંત્રી જન ઔષધિ સ્ટોર ધારકોને પુરસ્કાર અને પ્રમાણપત્ર એનાયત કરવામાં આવ્યા હતા. પરિવારના સભ્યો બિમાર પડે ત્યારે બજારની મોંઘી અને બ્રાન્ડેડ દવા ખરીદવી મજબુરી બની રહે છે જે વધુ ખર્ચાળ હોય છે. ત્યારે ગુણવતાયુકત અને અસરકારક જેનરિક દવાઓ બ્રાન્ડેડ દવાઓની સરખામણીમાં 60 થી 70 ટકા સસ્તા દરે જન ઔષધિ કેન્દ્રો પુરી પાડીને સામાન્યમ લોકોની સારવારમાં આશિર્વાદરૂપ બની રહી છે.
આ પ્રસંગે જિલ્લા વિકાસ અધિકારી ડી.કે.બારિયા,મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડૉ.મહેશ ચૌધરી સહિત આરોગ્ય અધિકારીઓ/કર્મચારીઓ અને લાભાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.