અકસ્માત:નાટાપુર પાસે બસ અને કારના અકસ્માતમાં કાર ચાલકનું મોત

ગોધરા23 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • મૃતક MGVCL મોરવા(હ) ખાતે ફરજ બજાવતા હતા

નાટાપુર પાસે બસ કારને ટક્કર મારતાં કાર ચાલક કારમાંથી ફગોળાઇને રોડ પર પડતાં ગંભીર ઇજાઅોના કારણે મોત નિપજયું હતું. મોરવા(હ) પોલીસ મથકે બસ ચાલક વિરુદ્ધ ફરીયાદ નોધાઇ હતી. ગોધરા તાલુકાના કણજીયા ગામના હિમાંશુ વંજેસીંહ બારીયાનાઅો મોરવા(હ) ખાતે અેમજીવીસીઅેમમાં જુનીયર અેન્જિનિયર તરીકે ફરજ બજાતા હતા. હિમાંશુભાઇ બારીયા પોતાની કાર લઇને મોરવા(હ)થી સંતરોડ તરફ અાવતાં હતા.

તે દરમ્યાન નાટાપુર ગામે વળાંક પાસે સંતરોડ તરફથી અાવતી બસના ચાલકે પોતાના કબજાની બસને પુરઝડપે અને ગફલતભરી રીતે હકારીને કારના ડ્રાઇવર સાઇડે જોરદાર ટક્કર મારતાં કાર ચાલક હિમાંશુભાઇ ફગોળાઇને રોડ પર પડકાતાં તેઅોને ગંભીર ઇજાઅો થઇ હતી. 108 મારફતે ઇજાગ્રસ્ત હીમાંશુભાઇને ગોધરા સિવિલ હોસ્પિટલ લઇને અાવતાં હાજર તબીબે તેમને મૃત જાહેર કર્યા હતા. અા અંગેના અકસ્માતની ફીરયાદ મોરવા(હ) પોલીસ મથકે નોધાઇ હતી.

અન્ય સમાચારો પણ છે...