અકસ્માત:ગોધરાના હાઇવે પર કાર-બસનો અકસ્માત થયો, તમામનો બચાવ

ગોધરા23 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • હાઇવેની ચિખોદ્દા ચોકડી પર બમ્પ મૂકવા રજૂઅાત કરાઇ

ગોધરા-વડોદરા હાઇવે પરની કોઠી સ્ટીલ અકસ્માત ઝોન બની ગયો હોય તેમ અકસ્માતની ઘટનાઓ બની રહી છે. કોઠી સ્ટીલ પાસે એસટી બસના ચાલકોનો બસના સ્ટેયરીંગ પરનો કાબૂ ગુમાવી દેતાં બસ રોડ સાઇડના આવીને કારને અડફેટમાં લઇને ખાડામાં ઉતરી ગઇ હતી. એસટી બસ અને કારનો અકસ્મત થતાં આસપાસના લોકો ઉમટી પડ્યા હતા.

અકસ્માતમાં કાર ચાલક તથા એસટી બસના મુસાફરોનો આબાદ બચાવ થયો હતો. એક મહિના દરમીયાન એક જ સ્થળે ST બસના અક્સ્માતની ચોથી ઘટના બનવા પામી હતી. ગોધરા-વડોદરા હાઇવે પર અવાર નવાર અકસ્માતના બનાવો બનતાં ગોધરા-હાલોલ ધોરીમાર્ગ પરના ચિખોદ્દા ચોકડી પાસે બમ્પ મુકવા રમજાની ઝુઝારા દ્વારા લેખિત રજૂઆત જિલ્લા પંચાયતના કાર્યપાલક ઇજનેરને કરી હતી.

અન્ય સમાચારો પણ છે...