ભાસ્કર વિશેષ:બ્રહ્મસમાજ મધ્ય ગુજરાત ઝોનનો મહોત્સવ યોજાયો

ગોધરા6 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • બિઝનેસ સમિટ, અપરણિતનો પોર્ટલ મેળો અને બ્રહ્મ ગૌરવ એવોર્ડ એનાયત કરાયા

શ્રી સમસ્ત ગુજરાત બ્રહ્મસમાજ રાજ્ય કક્ષાનો મધ્ય ગુજરાત ઝોનનો ત્રી દિવસીય બ્રહ્મ મહોત્સવ ગોધરામાં સ્વામીનારાયણ મુખ્ય મંદિર વૃતાલય વિહારમ ખાતે યોજાયો હતો. જેમાં પંચમહાલ, દાહોદ, મહીસાગર, છોટાઉદેપુર, નર્મદા, નડિયાદ, આણંદ અને વડોદરા જિલ્લામાંથી ભૂદેવોએ ભાગ લીધો હતો. પ્રથમ દિવસે ગોધરાના મહાકાળી મંદિરથી વિશાળ બાઈક, મોટર કાર રેલી યોજાઇ હતી.

જેમાં ખુબ મોટી સંખ્યામાં બ્રહ્મ સમાજના ભૂદેવો સાથે ભગવાન પરશુરામનો દિવ્ય રથ અને સમાજના અગ્રણીઓ જોડાયા હતા. આ રેલી કાર્યક્રમના સ્થળે પહોંચી હતી અને ત્યાં ધારાસભ્ય જીજ્ઞેશભાઈ સેવક, પ્રદેશ ઉપાધ્યક્ષ અને મધ્ય ગુજરાત ઝોનના પ્રભારી આશિત ભાઈ ભટ્ટ, સંતો મહંતો સાથે કાર્યક્રમનો શુભારંભ કરવામાં આવ્યો હતો. ત્રી-દિવસીય કાર્યક્રમમાં બિઝનેસ સમિટ અપરણિતનો પોર્ટલ મેળો અને બ્રહ્મ ગૌરવ એવોર્ડ રાખવામાં આવ્યો હતો.

મહોત્સવ દરમિયાન રાત્રે સાંસ્કૃતિક કાર્યક્રમો યોજાયા હતા. જેમાં હાસ્ય નાટક “લગ્ન કર્યા અને લોચા પડ્યા”, બીજા દિવસે હાસ્ય દરબાર તથા અંતિમ દિવસે ગુજરાતની પ્રખ્યાત ઓરકેસ્ટ્રા “સજદા સિસ્ટર રેખા રાવલ અને દિનેશ રાવલે” સંગીતના સૂરો રેલાવ્યા હતા. મહોત્સવના અંતિમ દિવસે મહા મંડલેશ્વર શ્રી અખિલેશ્વર દાસજી મહારાજ, લાલજી મહારાજ (વડતાલ), શ્રી રામશરણ દાસજી મહારાજ, શ્રી ઇન્દ્રજીત મહારાજ, પ્રદેશ અધ્યક્ષ ભરત ભાઈ રાવલ, ધારાસભ્ય જીજ્ઞેશ સેવક, મુખ્ય સંગઠક અશ્વિન ભાઈ ત્રિવેદી, માર્ગદર્શક પરિમલ ભાઈ પાઠક અને અાઠ જિલ્લાના પદાધિકારીઓ, પ્રદેશ ટીમના પદાધિકારીઓ, અને વિશાળ સંખ્યામાં ભૂદેવો ઉપસ્થિતીમાં સોવેનીયરનું લોકાર્પણ કર્યું હતુ.

કાર્યક્રમના પ્રણેતા પ્રદેશ ઉપાધ્યક્ષ આશિત ભટ્ટે જણાવ્યું હતું કે બ્રાહ્મણ સંગઠિત થઈ શકે છે અને જણાવ્યું હતું કે બ્રહ્મ સંગઠન મજબૂત થશે તો દેશ મજબૂત થશે, હિંદુ એકતા મજબૂત થશે, વૈદિક અને સનાતન ધર્મ પણ મજબૂત થશે કારણ કે બ્રાહ્મણ નું કામ ધર્મ સંસ્કૃતિ રક્ષણ અને સંવર્ધન કરવાનું છે, માટે દેશ ના હિત માટે સંસ્કૃતિ ના હિત માટે બ્રાહ્મણોએ સંગઠિત થવું પડશે તેવુ જણાવ્યુ હતુ.

કાર્યક્રમમાં વિશિષ્ટ 60 ભૂદેવોને બ્રહ્મ ગૌરવ એવોર્ડ એનાયત કરવામાં આવ્યા હતા. ત્યારે ઉપસ્થિત ભૂદેવો એ ગગન ભેદી હર હર મહાદેવ અને જય જય પરશુરામની ગર્જના કરી વાતાવરણને ડોલાવી દીધું હતું. ત્રી દિવસીય બ્રહ્મ મહોત્સવમાં હાલોલના ધારાસભ્ય જયદ્રથસિંહ પરમાર, ગોધરા નગરપાલિકાના પ્રમુખ સંજયભાઈ સોની, કોંગ્રેસના મંત્રી દક્ષેશભાઈ પટેલ સહિત મહાનુભવો ઉપસ્થિત રહ્યા હતા. સતત ત્રણ દિવ્સ યોજાયેલા આ મહોતસવમાં જિલ્લાના બ્રહ્મ બંધુઓએ ઉત્સાહભેર ભાગ લીધો હતો.

અન્ય સમાચારો પણ છે...