રસીકરણ:કોવિડ રસીના બુસ્ટર ડોઝના ભાવ રૂ.386 થયા

ગોધરા6 દિવસ પહેલા
  • કૉપી લિંક

કોવિડ રસીકરણ બુસ્ટર ડોઝ 18 થી 59 વર્ષની વય જુથના વ્યક્તિઓને બીજો ડોઝ આપ્યાના 9 માસ બાદ લેવાનો હોય છે. બુસ્ટર ડોઝ ફન્ટ લાઇન કાર્યકર, આરોગ્ય કર્મચારી તેમજ સિનિયર સિટીજન ને સરકાર દ્વારા નિશુલ્ક આપવામાં આવે છે. તેમજ અન્ય વ્યક્તિઓ માટે ખાનગીમાં કોરોનાની રસી નો ભાવ 750 રૂપિયા સુધીનો હોવાથી રસીકરણ મંદ પડ્યું હતું.

રસીકરણ ને વેગ આપવા ખાનગી માં રસી ના ભાવ માં ઘટાડો કરીને રૂા.225 વેક્સિન ખર્ચ તેમજ 5 % જી.એસ.ટી. તેમજ હોસ્પિટલ સર્વિસ ચાર્જ રૂા.150 પ્રતિ ડોઝના ઘટાડેલા દરે રસીકરણ પંચમહાલ જિલ્લામાં ગોધરામાં સ્ટેગો હોસ્પિટલ, શહેરાના અણિયાદની જે.બી. જનરલ હોસ્પિટલ, કાલોલમાં શ્રી વિનાયક હોસ્પિટલ, હાલોલમાં જાહવી ઓર્થોપેડિક હોસ્પિટલ, નંદ હોસ્પિટલ, મા સર્જીકલ હોસ્પિટલ, નિરામય હોસ્પિટલ, જય ઓર્થોપેડિક હોસ્પિટલ, ઘોઘંબામાં શ્રી વિનાયક જનરલ અને મેટરનીટી હોસ્પિટલ, વાત્સલ્ય હોસ્પિટલ તથા સંતરોડમાં શ્રદ્ધા હોસ્પિટલમાં અાપવામાં અાવશે. તેવુ મુખ્ય પંચમહાલ જિલ્લા આરોગ્ય અધિકારીઅે જણાવાયું છે.

અન્ય સમાચારો પણ છે...