કાર્યવાહી:પોપટપુરાથી રૂં.7.14 લાખના દારૂના સાથે બૂટલેગર ઝડપાયો

ગોધરા11 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • ગોધરા તાલુકા પોલીસ મથકે પ્રોહી.નો ગુનો નોંધ્યો
  • દારૂનો જથ્થો આપનાર તથા મંગાવનાર વોન્ટેડ

ગુજરાતમાં દારૂબંધી હોવા છતા બુટલેગરો વિવિધ તરકીબ સાથે દારૂનો જથ્થો ગુજરાતમાં ધુસાડી રહ્યા છે. ત્યારે ગુજરાત પોલીસ પણ બુટલેગરો ગમેતેવી તરકીબો અજમાવે તો પણ તેઅોની તરકીબોને ખુલ્લી પાડીને દારૂના જથ્થાને ઝડપી પાડવામાં સફળતા મેળવી રહ્યા છે. ગોધરાના કેવડીયા પાસેથી રૂા.23.58 લાખનો દારૂનો જથ્થો ઝડપી પાડવામાં અાવ્યો હોવાના સમાચારની સાહી સુકાઇ નથી ત્યારે ગોધરા તાલુકાના પોપટપુરા ગણપતિ મંદિર હાઇવે રોડ પરથી રૂા.7.14 લાખના દારૂના જથ્થા સાથે અાઇસર ઝડપી પાડવામાં અાવી છે.

ગોધરાના રીડર શાખાના પોસઇ પી.એન.સીંગને ખાનગી બાતમીદાર પસેથી બાતમી મળી હતી કે દાહોદથી વડોદરા તરફ જતી અેક અાઇસર ડનલોપ સીટના કાર્ટુનની આડમાં મોટા પ્રમાણમાં દારૂનો લઇ જઇ રહી છે. બાતમીની જાણ અેલસીબી પોઇ જે.એન. પરમારને કરાતા અેલસીબી સ્ટાફ સાથે બાતમી વાળા સ્થળે ગોધરાના પોપટપુરા ગણપતિ મંદિર પાસે નાકાબંધી કરી વાહનોની તપાસ કરી રહ્યા હતા.

તે દરમ્યાન બાતમી વાળી અાઇસર અાવતા તપાસ કરતા ડનલોપ સીટના કાર્ટુનની આડમાં બોડીની અંદર પતરાનુ મોટુ બોકસ બનાવી તે બોકસમાં ભારતીય બનાવટનો બિયરની તથા વિદેશી દારૂની પેટી નંગ 280 જેની કિંમત રૂા.7,14,000 નો પ્રોહી મુદ્દામાલ તેમજ આઇસર ગાડી રૂા. 5,00,000 તેમજ ડનલોપના કાર્ટુન નંગ 9 કિ.રૂા.5,32,353 મોબાઇલ નંગ 1 જેની કિંમત રૂા.5000 મળી કુલ રૂા. 17,51,353નો મુદ્દામાલ સાથે દીપારામ મુકનારામ જાટ રહે .ચૌહટન દીનગઢ મેઇન બઝાર તા.ચૌહટન જી.બાડમેર રાજસ્થાનને ઝડપી પાડવામાં અાવ્યો હતો.

અને દારૂનો જથ્થો ભરેલ આઇસર આપનાર કુલદીપ હિતેષભાઇ શીખ રહે.અંબાલા રાજય.પંજાબ અને વિદેશી દારૂનો જથ્થો મંગાવનાર મોબાઇલ નંબરના ઇસમને વોન્ટેડ જાહેર કરી તમામ સામે પ્રોહીબીશન એકટની જુદી જુદી કલમો હેઠળ ગોધરા તાલુકા પોલીસ મથકે ગુનો રજીસ્ટર કરવામાં આવેલ છે.

અન્ય સમાચારો પણ છે...