પંચમહાલ જિલ્લાના શહેરા તાલુકા પાસે વલ્લભપુર ગામે ગઢ ફળિયામાં રહેતા એક 24 વર્ષીય યુવાનનો પલ્સર બાઈક સહિત મોબાઈલ ફોન સાથે પર્સ મળી આવતા પરિવારજનો ચિંતામાં આવી ગયા હતા. જેથી પરિવારજનોએ તાત્કાલિક ગોધરા કલેકટરને જાણ કરતા જિલ્લા કલેકટર દ્વારા એસડીઆરએફની ટીમને જાણ કરી. જેથી એસડીઆરએફની ટીમ ધરી પાસે નર્મદા કેનાલ પાસે પહોંચી યુવાનની શોધખોળ કરવા માટે સઘન તપાસ હાથ ધરી હતી. જેમાં યુવાનની મૃતદેહ ઠાસરા તાલુકાના સોઢેલી ગામ પાસેથી મળી આવી હતી.
મળતી માહિતી મુજબ પંચમહાલ જિલ્લાના શહેરા તાલુકાના વલ્લભપુર ગામના ધર્મેન્દ્રસિંહ કરનસિંહ સોલંકીની પલ્સર બાઈક, મોબાઈલ અને પર્સ ધરી પાસેની નર્મદા કેનાલ પાસેથી મળી આવતા પરિવારજનો ચિંતાતુર બન્યા હતા. તેઓએ તાત્કાલિક ગોધરા કલેકટરને જાણ કરી હતી. જિલ્લા કલેકટરે તાત્કાલિક એસડીઆરએફની ટીમ ધરી પાસે આવેલ નર્મદા કેનાલ પાસે મોકલી યુવાનની શોધખોળ કરવા માટે સઘન તપાસ હાથ ધરવામાં માટે કહ્યું હતું. જેથી એસડીઆરએફની ટીમે સઘન પ્રયાસ બાદ યુવાનની મૃતદેહ ઠાસરા તાલુકાના સોઢેલી ગામ પાસે નર્મદા કેનાલમાંથી મળી આવી હતી. યુવાને આત્મહત્યા કરી છે કે હત્યા થઈ છે તે તો પોસ્ટમોર્ટમ રિપોર્ટ બાદ જ ખબર પડશે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.