• Gujarati News
 • Local
 • Gujarat
 • Panchmahal
 • BJP Veteran Leaders Will Hold Meetings In Different Places In The State Today, JP Nadda From Shehra Said BJP Government Has Laid The Foundation Of Gujarat Model​​​​​​

રાહુલ પર ભડક્યાં નડ્ડા:'15 વર્ષ સુધી નર્મદા યોજનાને અટકાવી રાખનાર મેધા પાટકર સાથેની નવી દોસ્તી શું છે?, પાટણમાંથી કોંગ્રેસને સાફ કરી નાખજો'

પંચમહાલ9 દિવસ પહેલા
 • કૉપી લિંક

રાજ્યમાં હાલ ચૂંટણીનો માહોલ જામ્યો છે. ત્યારે ભાજપ, કોંગ્રેસ આપ સહિતની રાજકીય પાર્ટીઓએ પોતાના સ્ટાર પ્રચારકોને મેદાને ઉતાર્યા છે. પંચમહાલના શહેરમાં જે.પી. નડ્ડાએ સભા સંબોધી હતી. તેમજ આણંદના ખંભાતમાં અને બનાસકાંઠાના થરાદમાં અમિતશાહે સભા સંબોધી હતી. અમિત શાહે કોંગ્રેસ પર આકરા પ્રહારો કર્યા હતા. ત્રિપલ તલ્લાક, રામ મંદિર સહિતના મુદ્દે કોંગ્રેસને આડે હાથ લીધી હતી. થરાદ ખાતે સભા સંબોધતા અમિત શાહે ઈશારામાં કહ્યુ હતુ કે, શંકર ચૌધરીને સરકારમાં મોટું સ્થાન મળશે.

ચાણસ્માં ખાતે ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જે.પી નડ્ડાની જાહેરસભા
જે.પી.નડ્ડાએ કોંગ્રેસ પર પ્રહાર કરતા જણાવ્યું કે, મેધા પાટકર સાથેની આ નવી દોસ્તી શું છે? જરાક સમજાવો મને. મેધા પાટકરે 15 વર્ષ સુધી નર્મદા યોજનાને અટકાવી હતી. ગુજરાત વિરૂદ્ધ ઉતરી હતી. તે જ મેધા પાટકર સાથે આજે રાહુલ ગાંધી ભારત જોડો યાત્રા કરી રહ્યા છે. રાહુલ ગાંધી તમે તમારી પાર્ટીને જોડી લ્યો ભારત દેશ જોડાયેલો જ છે. નરેન્દ્ર મોદી વડાપ્રધાન બન્યા ત્યારે 70 દિવસમાં જ નર્મદા ડેમની 70 મીટર ઉંચાઈ વધારવાની મંજૂરી આપવામાં આવી હતી. સમગ્ર પાટણ જિલ્લામાંથી કોંગ્રેસને સાફ કરી નાખજો. આપ પાર્ટીએ ઉતર પ્રદેશમાં 350 બેઠક પર ચૂંટણી લડી હતી જેમાં 349 બેઠક પર જમાનત જપ્ત થઈ, ઉત્તરાખંડમાં 69 બેઠક પર ચૂંટણી લડ્યા 68 બેઠક પર જમાનત જપ્ત થઈ, ગોવામાં 39 બેઠકમાંથી 35 સીટો પર જમાનત જપ્ત થઈ ગઈ, હવે ગુજરાતમાં આવી છે. અહિં પણ આજ હાલ થશે.

દેશની ચીંતા જો કોઈએ કરી છે તો તે ભાજપની સરકારે કરી છેઃ નડ્ડા
જે.પી નડ્ડાએ જાહેર સભા સંબોધતા જણાવ્યું કે, સમગ્ર દેશ હાલ વિકાસ મોડેલની ચર્ચા કરે છે તો તે ગુજરાતના વિકાસ મોડેલની વાત કરે છે. કોંગ્રેસ પાર્ટીએ દેશ અને પ્રદેશને વિભાજીત કરવાનું કામ કર્યું છે જ્યારે ભાજપની સરકારે સબ કા સાથ અને સબ કા વિકાસ મંત્રને આગળ લઈને ચાલી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીની આગેવાનીમાં ભાજપની સરકારે પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યાં છે. કોંગ્રેસ પાર્ટી ક્યારેય રિપોર્ટ કાર્ડ લઈને આવી છે? તેઓએ ક્યારેય દેશની ચીંતા કરી નથી,દેશની ચીંતા જો કોઈએ કરી છે તો તે ભાજપની સરકારે કરી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી આયુષ્યમાન ભારતની યોજના લાવ્યાં છે. ગુજરાતના દરેક જિલ્લામાં મેડિકલ કોલેજો શરૂ કરવામાં આવી રહી છે પ્રધાનમંત્રી આવાસ યોજના અંતર્ગત 3 કરોડ 60 લાખ પાક્કા મકાન બનાવવામાં આવ્યાં, ગુજરાતમાં 15 લાખ પાક્કા મકાન બનાવવામાં આવ્યાં છે. દેશના 11 કરોડ 78 લાખ ખેડૂતોના ખાતામાં 2 હજારનો હપ્તો આપવામાં આવે છે. મોદી સરકારે જ્યારે વેક્સિનેશન આપવાની શરૂઆત કરી હતી ત્યારે કોંગ્રેસે લોકોને ગુમરાહ કરવાની કોશીસ કરી હતી. યુક્રેન અને રશિયાના યુદ્ધમાં ફસાયેલા ભારતીયોને વતનમાં સુરક્ષીત લાવવામાં આવ્યાં છે. એક સમયે 365 દિવસમાંથી 265 દિવસ સુધી ગુજરાતમાં કરફ્યૂં રહેતો હતો આજે નાના બાળકોને કરફ્યૂ શું છે તે જ ખબર નથી. ગુજરાતમાં ઘર ઘર સુધી પાણી પહોંચ્યું છે.
થરાદમાં અમિત શાહનું સંબોધન
એક સમયે અંબાજી મંદિક કેવુ હતુ એ આપ સૌ જાણો છો, જ્યારે આજે ભાજપ સરકારમાં અંબાજીમાં ભવ્ય સુવીધાઓથી સમર્ધ બન્યુ છે. આજે અહિં દેશ-વિદેશમાંથી પર્યટકો પધારી રહ્યાં છે. શંકર ચૌધરીને ધારાસભ્ય તમે બનાવો, અમે એમને મોટું પદ આપીશું. સરકારે પશુપાલકો માટે યોજના બનાવી. જેથી બનાસકાંઠામાં દુધ ઉત્પાદન ખુબ વધ્યું છે. નળા બેટમાં આજે ટુરીઝમનો સારો એવો વિકાસ થયો છે. ભાજપ સરકારમાં બનાસકાંઠાને આજુબાજુના જિલ્લાને જોડતા હાઈવે બનાવવામાં આવ્યા. નરેન્દ્ર મોદી વડાપ્રધાન બનતા જ સૌથી પહેલા સરદાર સરોવરનું કામ હાથમાં લીધુ. જેના પગલે આજે બનાસકાંઠામાં સિંચાઈનું પાણી પહોચ્યું છે. નરેન્દ્ર મોદીની સરકારે સમગ્ર ભારતના તમામ આસ્થાના કેન્દ્રની કાયાપલટ કરી દિધી છે.

આણંદના ખંભાતમાં શાહની સભા, વિરોધીઓ પર વરસ્યાં

 • ભાજપ સરકારે સ્ટેચ્યું ઓફ યુનિટિ બનાવી સરદાર પટેલને શ્રદ્ધાંજલિ આપી
 • કોંગ્રેસે 370ની કલમ ક્યારેય હટાવતી ન હતી, કેમ કે તેઓને વોટ બેંક બચાવવી હતી
 • વિરોધીઓ કહેતા કે કાશ્મીરમાં લોહીની નદીઓ વહેશે
 • ભાજપ વોટ બેન્કથી નથી ડરતું
 • અમારી સરકારે કલમ 370 હટાવી
 • સરદાર પટેલના સ્વપ્નને પીએમ મોદીએ પૂર્ણ કર્યું
 • રાહુલ ગાંધી રામ મંદિરને લઈ ભાજપને ટોણા મારતા
 • રામ મંદિરના નિર્માણમાં પણ કોંગ્રેસને વોટ બેન્કનો ડર હતો
 • 1 જાન્યુઆરી 2024 સુધીમાં અયોધ્યામાં ભવ્ય રામ મંદિર જોવા મળશે
 • 10 વર્ષ સુધી કોંગ્રેસની સરકાર હતી, પાકિસ્તાનની રોજ આલીયા, માલિયા અને જમાલીયા ઘૂસી જતા હતા
 • નરેન્દ્ર મોદીની સરકાર આવી, તે દરમિયાન પુલવામાંમા અને ઉરીમાં હુમલો થયો એના થોડા દિવસમાં જ મોદી સરકારે સર્જિકલ સ્ટ્રાઈક કરી
 • સર્જિકલ સ્ટ્રાઈકથી પીએમ મોદીએ વિશ્વભરમાં સંદેશો આપ્યો
 • ટ્રિપલ તલાક મોદી સરકારે હટાવ્યું તો પણ કોંગ્રેસના પેટમાં તેલ રેડાયું
 • બેટ દ્વારકામાં ગેરકાયદેસર દબાણો સાફ કરી દેવાયા
 • ભાજપ સરકાર સારૂ કામ કરે છે તે કોંગ્રેસને ગમતું નથી
 • ભાજપના રાજમાં 24 કલાક વીજળી આવતી થઈ
 • ગુજરાતમાં રોજ બરોજ રમખાણો થતાં
 • ભાજપની સરકાર આવી અને 20 વર્ષમાં ક્યારેય કરફ્યૂ નથી લગવવો પડ્યો
 • કોંગ્રેસની ચાર પેઢી શાસનમાં રહી પણ ગરીબી ન હટાવી શક્યા

પાટણમાં આપના નેતા રાઘવ ચઢ્ઢાએ સભા ગજવી
પાટણ શહેરના સુભાષ ચોકમાં આમ આદમી પાર્ટીની સભા યોજાઈ હતી. આમ આદમી પાર્ટીના નેતા રાઘવ ચઢ્ઢાએ સભા ગજવી હતી. તેઓએ જણાવ્યું કે, 27 વર્ષથી ભાજપની સરકાર છે, 35 વર્ષ કોંગ્રેસની સરકાર હતી. પરંતુ સવાલ એ ઉભો થાય છે કે, આટલા વર્ષો સુધી ગુજરાતની જનતાએ ભાજપ અને કોંગ્રેસની સરકાર બનાવી તેમ છતાં તેઓએ તમને શું આપ્યું ? ગુજરાતના લોકો ગરીબથી ગરીબ બનતા ગયા. ત્યારે તમારા ભવિષ્ય માટે, તમારા છોકરાના ભવિષ્ય માટે, તમારી ઉન્નતી માટે એક મોકો અરવિંદ કેજરીવાલને આપો. 35 વર્ષ કોંગ્રેસને આપ્યા, 27 વર્ષ ભાજપને આપ્યા છે તો હવે એક મોકો આમ આદમી પાર્ટીને પણ આપો.

​​​​​​​શહેરામાં જે.પી.નડ્ડાની જાહેરસભા
પંચમહાલના શહેરામાં જે.પી.નડ્ડાએ સ્વાસ્થ્ય બાબતે જણાવ્યું કે, અમારી સરકાર જનજાતી સમાજની ચીંતા કરી છે. આયુષ્માન ભારત કાર્ડથી અનેક લોકોને સારવાર મળી રહી છે. ગરીબ લોકો માટે જન ઔષધી કેન્દ્રની શરૂઆત કરવામાં આવી છે. ગુજરાત મોડેલનો પાયો ભાજપ સરકારે નાખ્યો છે. કોંગ્રેસ પર પ્રહાર કરીને કહ્યું કે, રાહુલ ગાંધી ભારત જોડો યાત્રા કરી રહ્યાં છે, હું એમને કહેવા માંગુ છું કે પહેલા પાર્ટી જોડી લ્યો.
રાજ્યમાં હાલ ચૂંટણીનો માહોલ જામ્યો છે. તમામ પક્ષોએ જીત મેળવવા માટે પોતાના સ્ટાર પ્રચારકોને મેદાને ઉતાર્યા છે. ભાજપ તરફથી વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પ્રચારની કમાન સંભારી છે. તે ઉપરાંત યોગી આદિત્યનાથ, જેપી નડ્ડા, કેન્દ્રીય મંત્રી પરષોતમ રૂપાલા સહિતનાઓ સભ ગજવી રહ્યા છે. વડાપ્રધાને ગુજરાત પ્રવાસ દરમિયાન સૌરાષ્ટ્રની બેઠકો પર સભ સંબોધી હતી તે ઉપરાંત ભરૂચ,નવસારી તેમજ વલસાડમાં પણ સભાઓ ગજવી હતી. ત્યારે આજે પંચમહાલના શહેરામાં જે.પી નડ્ડાએ પ્રસાર કર્યો હતો.

ભાજપના નેતા અને સાંસદ મનોજ તિવારીએ ડભોઈ ખાતે ભવ્ય જાહેરસભાને સંબોધી હતી
ભાજપના નેતા મનોજ તિવારીએ જણાવ્યું હતું કે, અમદાવાદથી વડોદરા પહોંચવામાં મને લાગ્યું કે 4થી 5 કલાક થશે પરંતું તેના બદલે અમે દોઢ કલાકમાં જ પહોંચી ગયા હતા. ભાજપના ઉમદવારને જીતાડવાની અપિલ કરી હતી. તેમજ વિરોધીઓ પર પ્રહાર કરતા કહ્યું કે, આજે લડાવી કોની છે, તો લડાઈ છે વિનાસ કરવા વારા અને વિકાસ કરવા વારાની. તેઓ આવશે અને વાતો કરશે અને તમારી અંદરની આગને જગાડશે, તમારી અંદર આગ લગાડશે પરંતુ તે આગને બુઝાવવા મોદીજી જ આવશે, ભાજપ જ આવશે.

રાજ્યમાં આજે 15 કેન્દ્રીય મંત્રી અને 12 રાજ્યના નેતાઓ અલગ-અલગ જગ્યાએ સભા સંબોધશે

 • ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જે.પી.નડ્ડાની પંચમહાલના શહેરા તેમજ પાટણના સિદ્ધપુર અને ચાણસ્મમાં સભા
 • કેન્દ્રીય મંત્રી અમિત શાહની ખંભાત, થરાદ, ડીસામાં સભા
 • કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવિયાની દસક્રોઈમાં સભા
 • બાયડ, પ્રાંતિજમાં દેવેન્દ્ર ફડણવીસની સભા
 • ડભોઈમાં મનોજ તિવારીની સભા
 • ભિલોડા, લુણાવાડામાં રવિ કિશનની સભા
 • બોરસદમાં અર્જુન મેઘવાલની સભા
 • નડિયાદમાં નીતિન ગડકરી જાહેર સભા ગજવશે
 • CM ભૂપેન્દ્ર પટેલ મોરવાહડફ, સંતરામપુર, ખેડબ્રહ્મા, ઈડરમાં સભા ગજવશે
 • પરષોતમ રૂપાલા છોટાઉદેપુર અને હિંમતનગરમાં સભા સંબોધશે
 • કલોલ, માણસામાં નીતિન પટેલ સભા ગજવશે
 • આ ઉપરાંત વિનોદ તાવડે 4 અને કૈલાશ ચૌધરી 2 જગ્યાએ સભા યોજશે
અન્ય સમાચારો પણ છે...