કાર્યાલયથી ભવ્ય રેલી નીકળી:પંચમહાલની શહેરા વિધાનસભા બેઠક પર ભાજપના ઉમેદવાર જેઠા ભરવાડે ઉમેદવારી ફોર્મ ભર્યું

પંચમહાલ (ગોધરા)3 મહિનો પહેલા

પંચમહાલ જીલ્લાના શહેરા વિધાનસભા બેઠક માટે આજે ભાજપના ઉમેદવાર જેઠા ભરવાડ દ્વારા ઉમેદવારી ફોર્મ ભરવામાં આવ્યું હતું. તાલુકા સેવાસદન ખાતે ચૂંટણી અધિકારીને ઉમેદવારી ફોર્મ સુપરત કર્યુ હતું. જેમાં ઉમેદવાર જેઠા ભરવાડના સમર્થકો તેમજ મોટી સંખ્યામા ભાજપાના કાર્યકરો સાથે માનવ મહેરામણ ઉમટી પડ્યું હતું.

સમર્થકો સાથે વાજતે ગાજતે ઉમેદવારી ફોર્મ ભર્યું
પંચમહાલ જીલ્લામાં પાંચ વિધાનસભા બેઠકો માટે બીજા તબક્કામાં પાંચમી તારીખે ચૂંટણી યોજાવાની છે, જેને લઈને ઉમેદવારી ફોર્મ ભરવાની કામગીરી ચાલી રહી છે. કાલોલ અને ગોધરામાં ભાજપના ઉમેદવારો દ્વારા ઉમેદવારી ફોર્મ ભરવાની કામગીરી પુર્ણ થઈ છે, ત્યારે શહેરામાં આજે ભાજપના ઉમેદવાર દ્વારા મોટી સંખ્યામાં પોતાના સમર્થકો સાથે વાજતે ગાજતે ઉમેદવારી ફોર્મ ભરવામાં આવ્યું હતું. શહેરા વિધાનસભા બેઠક માટે ભાજપા દ્વારા જેઠા ભરવાડને ટિકિટ આપવામાં આવી હતી. અણિયાદ ચોકડી ખાતે આવેલા ભાજપા કાર્યાલયથી જેઠા ભરવાડ સમર્થકો સાથે શહેરા સેવાસદન ખાતે પહોચ્યા હતા અને ચૂંટણી અધિકારીને પોતાનું ઉમેદવારી ફોર્મ સુપરત કર્યુ હતુ. તેમની સાથે મોટી સંખ્યામાં ભાજપના કાર્યકરો અને હોદ્દેદારો ઉપસ્થિત રહ્યા હતા.

શહેરા વિધાનસભા બેઠક ઉપર વિજય નિશ્ચિતઃ જેઠા ભરવાડ
શહેરા વિધાનસભા બેઠકના ઉમેદવાર જેઠા ભરવાડે જણાવ્યું હતું કે, આટલી મોટી સંખ્યામાં ઉમટી પડેલ માનવ મહેરામણ એ દર્શાવી રહ્યું છે કે આ વખતે શહેરા વિધાનસભા બેઠક ઉપર વિજય નિશ્ચિત છે. વધુમાં જેઠા ભરવાડે જણાવ્યું હતું કે, ગુજરાતમાં ભાજપ સરકાર 182 સીટ ઉપર જીત મેળવી સરકાર બનાવશે તેવું દ્રઢ નિર્ધાર સાથે કહ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...