ગોધરાના મહેદી બંગલા ખાતે આજે સોમવારે ભારતે જનતા પાર્ટીના ઉમેદવાર સી. કે. રાઉલે ઉમેદવારી ફોર્મ ભરતાં પહેલા એક સભાનું આયોજન કર્યું હતું. જેમાં મોટી સંખ્યામાં ભારતીય જનતા પાર્ટીના આગેવાનો અને કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતાં. ત્યારબાદ તેઓ એક રેલી સ્વરૂપે ગોધરાની પ્રાંત કચેરી ખાતે પોતાનું ઉમેદવારી પત્ર ભરવા માટે ગયા હતાં.
બહુમતીથી વિજયનો વિશ્વાસ વ્યક્ત કર્યો
આ કાર્યક્રમ અંતર્ગત ગુજરાત રાજ્યના પૂર્વ મંત્રી ભૂપેન્દ્ર લાખાવાલા વિધાનસભાના પ્રભારી કાંતિ ચાવડા પંચમહાલ જિલ્લા ભાજપ પ્રમુખ અશ્વિન પટેલ ગોધરા નગરપાલિકા પ્રમુખ સંજય સોની જિલ્લા પંચાયતના પ્રમુખ કું. કામિની સોલંકી સહિતના ભાજપના મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતાં. જેમાં આવેલા મહેમાનોનું પુષ્પગુચ્છ અને ખેસ પહેરાવી સ્વાગત કરાયું હતું. આ કાર્યક્રમમાં 20 થી વધારે લોકો ભારતીય જનતા પાર્ટીમાં જોડાયા હતાં. પંચમહાલ જિલ્લાના ભાજપ પ્રમુખ અશ્વિન પટેલે પોતાના વક્તવ્યમાં જણાવ્યું હતું કે, હવે ચૂંટણીના માત્રને માત્ર 20 દિવસ બાકી છે જેમાં પાંચ દિવસ ચૂંટણી પ્રક્રિયામાં કાઢી નાખવાના હવે આપણી પાસે 15 દિવસ બાકી છે. આપણે સૌ પરિશ્રમ કરી ભારતીય જનતા પાર્ટીને પૂર્ણ બહુમતીથી વિજય બનાવીએ તેવો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો.
કામ કરલા જડીબુટ્ટી ખાવી પડશે
ગોધરાના ધારાસભ્ય સી. કે. રાઉલજીએ પોતાના વક્તવ્યમાં જણાવ્યું હતું કે, ગોધરા શહેરમાં વિવિધ વિકાસલક્ષી કામગીરી બાબતની રૂપરેખા પ્રજા સમક્ષ રજૂ કરી હતી. ત્યારબાદ તેમણે કહ્યું હતું કે, મારી ઉંમર 69 વર્ષ ભલે થઈ હવે મારે હિમાચલ પ્રદેશની જડીબુટ્ટી ખાવી પડશે. કેમકે હવે મારે પાંચ વર્ષ તમારું કામ કરવાનું છે. તેમના વક્તવ્યથી તેમણે સ્પષ્ટ દર્શાવ્યું હતું કે, આ ચૂંટણીમાં તેઓ સો ટકા પૂર્ણ બહુમતીથી જીતવાના છે તેવી આશાઓ વ્યક્ત કરી હતી.
ફોર્મ ભરી ગોધરામાં ચૂંટણીનો શ્રી ગણેશ કર્યો
ગુજરાત વિધાનસભાની ચૂંટણીઓ જાહેર થઈ હતી ત્યારે વિવિધ રાજકીય પક્ષો અને અપક્ષો ચૂંટણી માટે તૈયાર થઈ ગયા છે. ઉમેદવારી નોંધાવવા અંગે અત્યાર સુધી કોઈ ફોર્મ ભરાયા ન હતાં. ભારતીય જનતા પાર્ટીના ગોધરા વિધાનસભા 126 બેઠક પરના ઉમેદવાર સી. કે. રાઉલે આજે સોમવારે બપોરે ગોધરા પ્રાંત કચેરી ખાતે જઈ પોતાનું ઉમેદવારી ફોર્મ ભરતાં ગોધરામાં ચૂંટણીનો શ્રી ગણેશ કર્યો હતો.
ભવ્ય જનમેદની વચ્ચે સભા સંબોધી
અત્રે ઉલ્લેખની ગુજરાત વિધાનસભાની ચૂંટણીઓ જાહેર થાય છે ત્યારે તમામ રાજકીય પક્ષો ચૂંટણી કાર્યક્રમમાં વ્યસ્ત થયા છે અને પોતાના ઉમેદવારો જાહેર કરી રહ્યા છે. હવે ઉમેદવારી પત્ર ભરવાનો સમય ચાલે છે ત્યારે, ભાજપના 126 ગોધરા વિધાનસભા બેઠકના ઉમેદવાર સી. કે. રાઉલજીએ ગોધરાના મહેદી બંગલા ખાતે ભવ્ય જનમેદની વચ્ચે સભા સંબોધી હતી. ત્યારબાદ આજે એક રેલી સ્વરૂપે નીકળી વિવિધ વિસ્તારોમાં જેવા કે ગોધરા બી. વી. ગાંધી પેટ્રોલ પંપ ચાચર ચોક ચિત્ર સિનેમા રોડ, વિશ્વકર્મા મંદિર, સરદાર નગર ખડ થઈને નિયત સમયે બપોરે ગોધરા પ્રાંત ઓફિસ કચેરીએ પહોંચ્યા હતાં. અહીં તેમણે ભાજપના અગ્રણીઓ સાથે મળીને તેમને પોતાની ઉમેદવારી નોંધાવી હતી.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.