શહેરા બેઠક પર ઉમેદવાર રિપીટ:પંચમહાલ જિલ્લાની 5 બેઠક પર ભાજપના ઉમેદવાર ફાઈનલ, શહેરાથી જેઠાભાઈ ભરવાડનું નામ જાહેર કરાયુ

પંચમહાલ (ગોધરા)એક મહિનો પહેલા

પંચમહાલ જિલ્લામાં આવેલી 5 વિધાનસભા બેઠક માટે ભારતીય જનતા પાર્ટીના ઉમેદવારોનું લીસ્ટ જાહેર કરવામાં આવ્યુ છે. જેમાં પાંચ વિધાનસભા માટે નામોની જાહેરાત કરી દેવામા આવી છે. જેમાં એક બેઠકને બાદ કરતા તમામ જુના જોગીઓને ફરીથી રીપીટ કરવામા આવ્યા છે. શહેરા વિધાનસભાની બેઠક પર હાલના સીટીંગ ધારાસભ્ય જેઠાભાઈ ભરવાડને ફરીથી રીપીટ કરવામા આવ્યા છે. જેઠાભાઈ ભરવાડના નામની જાહેરાત થતા શહેરા ખાતે આવેલા ભારતીય જનતા પાર્ટીના કાર્યાલય ખાતે તાલુકા પ્રમુખ મગનભાઈ પટેલીયાની હાજરીમાં કાર્યકરો દ્વારા ફટાકડા ફોડીને ખુશી મનાવા આવી હતી. જેને લઈને ભાજપ કાર્યકરોમાં આનંદની લાગણી છવાઈ ગઈ હતી.

અન્ય સમાચારો પણ છે...