4 બેઠક ઉપર ઉમેદવારો રિપીટ:પંચમહાલ વિધાનસભા બેઠક ઉપર BJPના 5 ઉમેદવારોની જાહેરાત; પૂર્વ ધારાસભ્યમાં નારાજગી જોવા મળી

પંચમહાલ (ગોધરા)23 દિવસ પહેલા
  • કૉપી લિંક

ગુજરાત વિધાનસભાની ચૂંટણી પૂર્વે આજે ભારતીય જનતા પાર્ટી ઉમેદવારની પ્રથમ યાદી જાહેર કરતાની સાથે ક્યાંક ખુશી તો ક્યાંક ગમનો માહોલ સર્જાયો હતો. ત્યારે પંચમહાલની 5 વિધાનસભા બેઠકમાંથી 4 બેઠક ઉપર ઉમેદવારને રિપીટ કર્યા હતા. જ્યારે કાલોલ બેઠક ઉપર નવા ઉમેદવારની નામની જાહેરાત થઈ હતી. જેથી જુના પૂર્વ ધારાસભ્યમાં નારાજગી જોવા મળી હતી.

4 રિપીટ, એક ઉપર ચૌહાણને ટિકિટ
ગુજરાત વિધાનસભાની 182 સીટ પૈકી પંચમહાલ જિલ્લાના 5 વિધાનસભા બેઠક ઉપર 124-શહેરા વિધાનસભા બેઠક ઉપર જેઠા ભરવાડ, 125-મોરવા હડફ બેઠક ઉપર નિમિષા સુથાર, 126- ગોધરા વિધાનસભા બેઠક ઉપર સી.કે. રાઉલજી જ્યારે 128- વિધાનસભા બેઠક ઉપર જયદ્રથસિંહ પરમારને રિપીટ કરવામાં આવ્યાં હતા. જ્યારે 127- કાલોલ વિધાનસભા બેઠક ઉપર ફતેસિંહ ચૌહાણને ટિકિટ આપવામાં આવી હતી.

અન્ય સમાચારો પણ છે...