મોટી સંખ્યામાં જનમેદની ઉમટી:બિરસા મુંડા આદીવાસી ગૌરવ યાત્રાનું મોરવા હડફના મોરા ખાતે સ્વાગત કરાયું, કેન્દ્રીયમંત્રી ડો.ભારતી પવાર હાજર રહ્યાં

પંચમહાલ (ગોધરા)2 મહિનો પહેલા

ઉનાઇથી અંબાજી જવા માટે નીકળેલી ભગવાન બિરસા મુંડા આદીવાસી ગૌરવયાત્રાનું પંચમહાલ જિલ્લામાં આગમન થયું હતું. જેમાં કેન્દ્રીય રાજ્ય આરોગ્યમંત્રી ડૉ. ભારતી પવારની આગેવાનીમાં દાહોદથી પંચમહાલ જિલ્લામાં પ્રવેશેલી આદીવાસી ગૌરવયાત્રા મોરવા હડફ તાલુકામાં મોરા ખાતે આવી પહોચી હતી. જેમાં મોરા ગામના ગ્રામજનોની ઉપસ્થિતિમાં જાહેર સભા સંબોધવામાં આવી હતી. જેમાં મોટી સંખ્યામાં જનમેદની ઉમટી પડી હતી.

તાપી જિલ્લાના ઉનાઈ ખાતેથી ભગવાન બિરસા મુંડા આદીવાસી ગૌરવયાત્રાનો પ્રારંભ થયો હતો. જે રાજ્યના જુદા જુદા જિલ્લામાં થઈને પંચમહાલ જિલ્લામાં પહોંચી હતી. જેમાં કેન્દ્રીય રાજ્ય આરોગ્યમંત્રી ડો. ભારતી પવાર જોડાયા હતા. તેઓની આગેવાનીમાં નીકળેલી આદીવાસી ગૌરવયાત્રા મોરવા હડફ તાલુકામાં પ્રવેશી હતી. જેમાં મોટી સંખ્યામાં બાઈકસવાર યુવાનો અને ભાજપના કાર્યકરો જોડાયા હતા. મોરવા હડફ તાલુકામાં ઠેર-ઠેર આદિવાસી ગૌરવયાત્રાનું સ્વાગત કરવામાં આવ્યું હતું. કેન્દ્રીય મંત્રી ભારતી પવારનું પણ મોરવા હડફ તાલુકાની પ્રજા દ્વારા સ્વાગત કરવામાં આવ્યું હતું. આદીવાસી ગૌરવયાત્રા મોરા ખાતે પહોંચી હતી જ્યાં જાહેરસભાનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં મોટી સંખ્યામાં જનમેદની ઉપસ્થિત રહી હતી.

કેન્દ્રીય રાજ્ય આરોગ્યમંત્રી ડો. ભારતી પવારે જણાવ્યું હતું કે, દેશના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના નેતૃત્વવાળી સરકારે દેશમાં વસતા છેવાડાના વિસ્તારોની પણ ચિંતા કરી છે. ગ્રામ્ય વિસ્તારોમાં પાયાની સુવિધાઓ પહોંચાડી છે. મોદી સરકારના નેતૃત્વમાં મહિલાઓને પણ પ્રાધાન્ય મળ્યું છે, આજે દેશના મહામહિમ રાષ્ટ્રપતિ આદિવાસી મહિલા છે. મોદી સરકારે આદિવાસી સમાજની પણ દરકાર લીધી છે, જ્યારે કોંગ્રેસ સરકારે રાષ્ટ્રપતિના નામાંકન વખતે વિરોધ કર્યો હતો. આ પ્રસંગે રાજ્ય કક્ષાના આદિજાતિ વિકાસ મંત્રી નિમિષાબેન સુથાર પંચમહાલ સાંસદ રતનસિંહ રાઠોડ, દાહોદ સાંસદ જશવંતસિંહ ભાભોર, નાફેડ ચેરમેન રામસિંહ રાઠવા, સહિત ભાજપના વિવિધ હોદ્દેદારો અને મોટી સંખ્યામાં કાર્યકરો અને ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા.

અન્ય સમાચારો પણ છે...