બાઈક ચોરીનો ભેદ ઉકેલાયો:ગોધરાની પંચામૃત ડેરીમાં પાર્ક કરી મૂકી રાખેલી બાઈકનો ચોર એલસીબીના હાથે ઝડપાયો

પંચમહાલ (ગોધરા)24 દિવસ પહેલા
  • કૉપી લિંક

ગોધરા શહેરના લુણાવાડા હાઇવે પાસે આવેલા પંચામૃત ડેરીમાં પાર્ક કરી મૂકી રાખેલ મોટરસાયકલ બાઈક આજથી ચાર દિવસ પહેલા કોઈ અજાણ્યો શખ્સ ચોરી કરી લઈ ગયો હતો. જે સંદર્ભે ગોધરા એલસીબી શાખાના પીઆઇ જે એન પરમારને અંગત બાતમીદારો પાસેથી બાતમી મળી હતી કે ગોધરાની પંચામૃત ડેરીમાં પાર્ક કરી રાખેલી મોટરસાયકલ બાઇકની ચોરી શહેરા તાલુકાના ખાડીયા ગામમાં રહેતા એક ઈસમે કરી છે અને તે આજે ગોધરાના ભુરાવાવ ચોકડીથી ડોડાપા તળાવ તરફ જવાનો છે. તેવી બાતમીના આધારે એલસીબી પીએસઆઇએ નાકાબંધી દરમિયાન ચોરી કરીને લઇ ગયેલા બાઇક ચોરને દબોચી લઈને મોટર સાઇકલ ચોરીનો ભેદ ઉકેલ્યો હતો.

બાતમીના આધારે નાકાબંધી કરી બાઇક ચોરને દબોચ્યો
આજથી ચાર દિવસ અગાઉ પંચામૃત ડેરીના વાહન પાર્કિંગ માંથી બપોરના સમયે એક મોટરસાયકલ બાઇક નંબર જીજે 17 બીબી 9820ની કોઈ ચોર ઈસમ ચોરી કરી લઇ ગયો હતો. જેથી એલસીબી શાખાના પીઆઈ જે એન પરમારે અંગત બાતમીદાર પાસેથી બાતમીના આધારે માહિતી મેળવી હતી કે ગોધરા પંચામૃત ડેરીમાંથી બાઈક ચોરી કરી હતી તે શહેરા તાલુકાના ખાડીયા ગામે આવેલા અને સુથાર ફળિયામાં રહેતો પ્રવીણ સિંહ અજમેલસિંહ પરમાર પંચામૃત ડેરીમાંથી બાઈક ચોરી કરી લઇ ગયો હતો. ઉપરાંત તે ચોરી કરેલી બાઇક લઇને આજે ગોધરાના ભુરાવાવ ચોકડીથી ડોડાપા તળાવ તરફ જવાનો છે. જેથી એલસીબી શાખાના પીઆઈ જે એન પરમારે પીએસઆઇ આઈ એ સિસોદિયાને જરૂરી સૂચના આપી હતી. જે સૂચનાના આધારે આજે ગોધરાના એસ.ટી નગર રોડ ખાતે નાકાબંધી દરમિયાન પ્રવીણભાઈ અજમેલસિંહ પરમારને દબોચી લઇ બાઈક ચોરીનો ભેદ ઉકેલ્યો હતો.

અન્ય સમાચારો પણ છે...