પક્ષપલટાની મોસમ જાણે ખીલી:ગોધરામાં ચૂંટણી પહેલા ભાજપને મોટો ફટકો; 50થી વધુ કાર્યકરો આમ આદમી પાર્ટીમાં જોડાયા

પંચમહાલ (ગોધરા)2 મહિનો પહેલા

ગુજરાત વિધાનસભાની ચૂંટણી નજીક આવતા પક્ષ પલટાની સીઝન શરૂ થઈ છે. ત્યારે આમ આદમી પાર્ટી પણ આ વખતે ભાજપને ટક્કર આપતી નજરે પડી રહી છે. ઘણા રાજકીય વિશ્લેષકો તો એમ પણ કહી રહ્યાં છે કે, ભાજપની આ વખતે કોંગ્રેસ સાથે નહીં પણ આમ આદમી પાર્ટી સાથે સીધી ટક્કર જોવા મળશે, જોકે એતો આવનાર સમય જ બતાવશે. પરંતુ ચૂંટણી પહેલા ભાજપને ગોધરામાં મોટો ફટકો પડ્યો છે.

રામ અને હનુમાનના નારા સાથે આમ આદમી પાર્ટીમાં જોડાયા
ગોધરા તાલુકાના વેગનપુર ગામના 50 ઉપરાંત માજી ગામ પંચાયતના સભ્યો, ચાલુ ગ્રામ પંચાયતના સભ્યો, માજી ન્યાય સમિતિના ચેરમેન, ભાજપ યુવા મોરચાના અને ભાજપના કાર્યકરો જય શ્રી રામ અને જય હનુમાનના નારા સાથે આમ આદમી પાર્ટીમાં જોડાયા હતાં. ગોધરા તાલુકાના વેગનપુર ગામના 50 ઉપરાંત ભાજપ અને કોંગ્રેસ કાર્યકરો આમ આદમી પાર્ટીના સંગઠન મંત્રી આસિફ હાજી બકકર, આશિષ કામદાર જીલ્લા કચેરી ઇન્ચાર્જ આપ, વિજય પરમાર સહ સંગઠન મંત્રી આપ વગેરેનાઓ ગોધરા તેમજ તેમની ટીમ દ્વારા આજરોજ મુજ્જફર સબુરિય સહ સંગઠન મંત્રી, અશરફ આલમ મેહમુદ, જાડી હસન આદમાં તેમજ વી.કે.શર્મા આગેવાનોની ઉપસ્થિતિમાં આમ આદમી પાર્ટીનો ખેસ ધારણ કર્યો હતો.

જોડતોડની રાજનીતિનો દોર શરૂ
આગામી વિધાનસભાની ચૂંટણી પહેલા જોડતોડની રાજનીતિનો દોર શરૂ થઈ ગયો છે. મોટાભાગે ભાજપ અને કોંગ્રેસના કાર્યકરો એકબીજામાં અસંતુષ્ટ હોવાના કારણે એકબીજા પાટલી બદલતા હોય છે. પરંતુ આ વખતે ઉલટી ગંગા વહી રહી છે. ગોધરા તાલુકાના વેગનપુર ગામના 50 ઉપરાંત ભાજપ અને કોંગ્રેસના કાર્યકરોએ આમ આદમી પાર્ટીનો ઝાડુ ઉઠાવી આમ આદમી પાર્ટીમાં જોડાતા રાજકીય ભૂકંપ સર્જાયો હતો.

ભાજપમાંથી 30થી 35 અને કોંગ્રેસમાંથી 25 જેટલા કાર્યકરો આપમાં જોડાયા
ગોધરા તાલુકાના વેગનપુર ગામમાં 126 વિધાનસભા ક્ષેત્રમાં ગ્રામ્ય લેવલમાં વિકાસલક્ષી કામગીરી ન થવાના કારણે અને ઉપલા લેવલે અમારું કોઈ સાંભળતું ન હોવાના કારણે ભાજપ અને કોંગ્રેસના 50 ઉપરાંત સક્રિય કાર્યકરો આમ આદમી પાર્ટીમાં જોડાઈ ખેસ ધારણ કર્યો હતો. ત્યારે, આમ આદમી પાર્ટીના સંગઠન મંત્રી આસિફ હાજી બકકરે દિવ્યભાસ્કરની ટીમ સાથે વાતચીતમાં જણાવ્યું હતું કે, ગોધરા તાલુકાના વેગનપુર ગામે 126 વિધાનસભા ક્ષેત્રમાં ભાજપમાંથી 30થી 35 અને કોંગ્રેસમાંથી 25 જેટલા કાર્યકરો અને હોદ્દેદારો આમ આદમી પાર્ટીમાં જોડાયા હતા. ગુજરાતમાં 2022માં આમ આદમી પાર્ટી સરકાર બનાવશે તેવા દાવાઓ કર્યા હતા.

અન્ય સમાચારો પણ છે...