પ્રધાનમંત્રી અાવાસ યોજના હેઠળ ગરીબને પાકું મકાન બનાવવા સહાય અાપે છે. જેનો સર્વે 2018માં કરવામાં અાવ્યો હતો. સર્વેમાં ગોધરા તાલુકાના ભલાણીયા ગામે રહેતી વિધવા પટેલ શારદાબેન નાનાભાઇના માતાનું નામ હતુ. પણ સર્વેમાં નામ હોવા છતાં વીધવા મહિલાને 5 વર્ષ થયા હોવા છતાં અાવાસથી વંચીત રહ્યા છે. જેથી ઝુંપડા જેવા ધરમાં ચોમાસામાં રહેવું મુશ્કેલ બનતાં પટેલ શારદાબેન નાનાભાઇઅે ગ્રામપંચાયતના તલાટી તથા સરપંચને લેખિત રજુઅાત કરી કે હાલમાં વરસાદની મોસમ છે.
મહીલા પાસે રહેવા માટે મકાન કે કોઈ છત છે નહિ ત્યારે છેલ્લા કેટલાય વર્ષથી શિયાળા, ઉનાળા અને ચોમાસાની ઋતુમાં બહાર કોઈક જગ્યાએ અને કોઈકની જગ્યા પર આશરો લેવો પડે છે. ગ્રામ પંચાયતમાં નોંધાયેલી સરકારી ઓફિસો, સમાજઘર, મંદિર, આંગણવાડી, દવાખાનું, સરકારી શાળા જગ્યામાં આશરોની માંગણી કરતી રજુઅાત કરી હતી. ગ્રામ પંચાયતમાં જેઓને એક જ ઘર કુટુંબમાં એક કરતા વધુ સરકારી આવાસના મકાનનો લાભ મળ્યો હોય પણ જરુરીયાત વાળા લાભાર્થીને લાભ ન મળતાં હંગામી ધોરણે આશરો આપવાની વિધવા મહિલાઅે અરજ કરી છે.
ભલાણીયા ગ્રામ પંચાયતના તલાટીઅે મહિલાનુ અાવાસાના લીસ્ટમંા નામ તો છે પણ અાવાસ બનાવવાની મંજરુી અાવી ન હોવાથી રાહ જોવાનુ જણાવતાં ચોમાસામાં વરસાદથી બચવા વિધવા મહિલાઅે સરકારી જગ્યામાં અાશરોની માંગણી કરી છે. તંત્ર દ્વારા વિધવા મહિલાને અાવાસ વહેલી તકે ફાળવી આપે તો વિધવા મહિલાની મુસીબતોમાંથી છુટકારો મળે તેમ છે.
હાલ 58 હજાર આવાસ બન્યા
પ્રધાનમંત્રી આવાસ યોજનાનો સાચા લાભાર્થીઅો માટે સર્વે વર્ષ 2018 માં કરવામાં અાવ્યો હતો. જેમાં કુલ 145746 લોકો લાભાર્થી હતા. જેમાં ગ્રામ પંચાયત દ્વારા 23419 લાભાર્થીઅોને અવાસ મળવા પાત્ર ન હોવાથી રદ કર્યા હતા. જયારે અાવાસ યોજનાના સોફટવેર સીસ્ટરમાં 14280 લોકો પાસે ટેલીફોન, ફ્રીજ સહીતની સુવિધા હોવાથી અાવાસા યોજનામાંથી નામ કમી રહ્યા હતા. જિલ્લામાં અાવાસ અાપવા પાત્ર 108038 ભાલાર્થીઅોમાંથી 58 હજારના અાવાસ બની ગયા છે. પણ બાકીના લાભાર્થીઅો પોતાના અાવાસની રાહ જોઇ રહ્યા છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.