પંચમહાલ અને દાહોદ જિલ્લાની હદમાં આવેલા લવારીયા ગામમાં રીંછનો આંતક મચાવીને ગામજનોને બચકાં ભરતાં 5 ગ્રામજનોને ગંભીર ઇજાઓ થઇ હતી. રીંછના હુમલાને લઇને ગામમાં ભયનો માહોલ સર્જાતા વન વિભાગની ટીમ લવારીયા ગામે દોડી આવી હતી. રીંછ ઘોઘંબા તાલુકાના ગજાપુરા ગામની ઝાડીઓમાં સતાઇ જતાં વન વિભાગની ટીમ અને ગ્રામજનો રીંછને શોધી રહ્યા છે.
ગજાપુરની સીમમાં મોડી સાંજે વધુ એક વ્યતિને બચકું ભરતા દાહોદ તથા પંચમહાલની વન વિભાગની ટીમે પાંજરા ગોઠવી રીંછને પકડવાની કામગીરી શરૂ કરી છે. ઘોઘંબા તાલુકા અને દેવગઢ બારિયા તાલુકાની હદમાં આવેલા લવારીયા ગામમાં વહેલી સવારે જંગલમાંથી ખોરાકની શોધમાં રીંછ આવી ચઢ્યું હતું.
માનવ વસ્તીમાં રીંછ આવતાં રીંછ છંછેડાઇ ગામમાં જે પણ મળે તેને બચકા ભરવા લાગતાં ગામમાં દોડધામ મચી ગઇ હતી. બનાવની જાણ કરાતા વન વિભાગની ટીમ રીંછને પકડવા ગજાપુરા ગામે પહોંચીને કવાયત હાથ ધરી હતી.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.