હત્યા કર્યાની ફરિયાદ:કવાલી ગામે પતિને સળગાવી દેનાર પત્નીના જામીન નામંજૂર

ગોધરા23 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • પત્ની સહિતનાઓએ સળગાવીને હત્યા કરી હોવાની ફરિયાદ

કવાલી ગામે પિયરમાં રહેતી પોતાની પત્નીને તેડવા ગયેલા પાડવા ગામના વતની સંજયભાઈ કાળુભાઇ હરિજન તેમના પત્ની મનીષાબેન ઉર્ફે મમતાબેન ઉદાભાઈ હરિજન તથા તેમના માતા, પિતા, ભાઈ વિગેરેએ સંજયભાઈ ઉપર પેટ્રોલ છાંટી અને ‌જીવતા સળગાવી દીધેલ જેથી આજુબાજુ ના લોકો ભેગા થઇ જતાં આ સંજયભાઈને દવાખાને લઇ જવામાં આવેલા અને પોલીસને જાણ કરવામાં આવી હતી.

શહેરા પોલીસે તાત્કાલિક ઈજા પામનારનું ડી.ડી મામલતદાર દ્વારા લેવડાવવામાં આવેલું અને તેમાં પણ ડી.ડી આપનારે બનાવની હકીકતને સંપૂર્ણ સમર્થન આપવામાં આવ્યું હતું. ઈજા પામનાર સંજયભાઇ હોસ્પિટલમાં અમદાવાદ ખાતે મરણ ગયેલ જેથી શહેરા પોલીસ સ્ટેશનમાં આરોપી પત્ની, તેની માતા પિતા ભાઇઓ વિરુદ્ધ ખૂનનો ગુન્હો નોંધવામાં આવ્યો હતો.

ગુનાના કામે આરોપી પત્ની મનીષાબેન ની પોલીસ દ્વારા ધરપકડ કરવામાં આવતા તેમને નિયમિત જામીન અરજી પંચમહાલ જિલ્લાના સેસનસ જજ જે.શી.દોશીની કોર્ટમાં દાખલ કરતાં કોર્ટ દ્વારા જીલ્લા સરકારી વકીલ રાકેશ એસ ઠાકોરની દલીલો તથા પોલીસ તપાસના કાગળોને ધ્યાનમાં રાખીને આરોપી પત્નીની નિયમિત જામીન અરજી નામંજૂર કરવામાં આવી હતી.

અન્ય સમાચારો પણ છે...