વિધાનસભાની ચૂંટણી દરમિયાન શહેરા ખાતે કોંગ્રેસના ઉમેદવારની તરફેણમાં મતદારોને વહેંચવા માટે ખૂબજ મોટા પ્રમાણમાં વિદેશી દારૂ મંગાવવામાં આવ્યો હતો. અને આ બાબતની જાણ જીલ્લા પોલીસવડાને થતાં તેમને શહેરા પોલીસ મારફતે રેઇડ કરાવતા ખૂબજ મોટા પ્રમાણમાં વિદેશી દારૂનો જથ્થો બે જગ્યાએથી મળી અાવ્યો હતો. શહેરા પોલીસ સ્ટેશનમાં આરોપી ગણપતભાઇ રત્નાભાઇ પટેલ તથા આરોપી પૃથ્વીસિંહ મોહનસિંહ મકવાણા વિગેરે વિરુદ્ધ ગુન્હો નોંધવામાં આવ્યો હતો.
ગુનાના આરોપીઓએ પોતાની ધરપકડથી બચવા માટે પંચમહાલ જિલ્લાના પ્રિન્સીપલ ડીસ્ટ્રીકટ અને સેન્સસ જજ જે.સી.દોશીની કોર્ટમાં આગોતરા જામીન અરજી દાખલ કરી હતી. જે અરજીની સુનાવણી થતાં જીલ્લા સરકારી વકીલ રાકેશ એસ. ઠાકોર ની દલીલો તથા પોલીસ તપાસ ના કાગળો ને ધ્યાનમાં રાખીને કોર્ટ દ્વારા આરોપીઓની આગોતરા જામીન અરજી નામંજૂર કરવામાં આવી છે.
વધુમાં પંચમહાલ જિલ્લાના પ્રિન્સીપલ ડીસ્ટ્રીકટ અને સેન્સસ જજ જે.સી.દોશી સાહેબે ચુકાદામાં નોંધ્યુ છે કે, “હાલના કેસમાં ગુનો 28/11/22ના રોજ શહેરા પોલીસ સ્ટેશને નોંધાયેલો અને શહેરા પોલીસ સ્ટેશનના અધિકારી દ્વારા આરોપીઓની ભાળ મેળવી આજ સુધી તેઓની ધરપકડ કરી નથી. તે અંગે શહેરા પોલીસ સ્ટેશન સામે પણ કાર્યવાહી અંગે સવાલ ઉત્પન્ન થાય છે.” આમ કોર્ટ દ્વારા શહેરા પોલીસની કાર્યવાહી સામે પણ સવાલ ઉઠાવવામાં આવ્યો છે. જેથી શહેરા પોલીસ હરકતમાં આવીનુ આરોપીઓને પકડી પાડવાના સક્રિય થઇ છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.