ક્રાઈમ:ખેતરમાંથી પાણીની પાઇપ કાઢવા અંગે બબાલ, 3ને ઇજા

ગોધરા13 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • એકને સારવાર માટે વડોદરા રીફર કરાયો

દેલોચના મંજુલા ભમાત પુત્ર આશીષ અને ભીખા ભમાતના ઘરેથી પીવાના પાણીની પાઇપ ગુલાબ ભમાતના ખેતરમાં થઇ લાંબી કરતા હતા તે વખતે ગુલાબે મંજુલાબેન તથા આશીષને ગાળો બોલી ખેતરમાંથી પાણીની પાઇપ કાઢવાની નથી કહેતા મંજુલાબેને ગાળો બોલવાની ના પાડતા ગુલાબ ઉશ્કેરાઇને આશિષને માર મારતા હતા તે જોઇ અભેસિંહ ભમાત, લાલાભાઇ ભમાત અને પ્રભાતભાઇ ભમાત પણ લાકડીઓ તથા સળીયો લઇ દોડી આવી આશિષને માર માર્યો હતો.

આશિષ ત્યાથી ભાગવા જતા ગુલાબે લાકડીથી આશિષને મારી ઇજા કરી તે દરમ્યાન પ્રવિણ, ભારત, રાકેશ બાઇક લઇ ઘરે જતા હતા તો તેઓને પણ રોકી પાડી દઇ પ્રવિણને લોખંડનો સળીયો મારી ઇજા કરી, રાકેશને ડાબા હાથે ઇજા કરી હતી. આશીષ, પ્રવિણઅને ભારતને ઇજા પહોચતા મોરા ખસેડ્યા હતા. જ્યાથી આશીષઅને પ્રવિણને ગોધરા તથા પ્રવિણને વડોદરા ખસેડ્યા હતા.

અન્ય સમાચારો પણ છે...