દોડાદોડી:ગોધરા કોર્ટ પરિસરમાં પોક્સોના આરોપી દ્વારા સજાના ડરે આત્મહત્યાનો પ્રયાસ

ગોધરા4 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • જામીન પર મુક્ત આરોપીએ ઝેરી દવા પીતાં દોડાદોડી, સારવાર માટે ગોધરા સિવિલમાં

ગોધરા કોર્ટ પરીસરમાં જામીન પર મુક્ત પોક્સોના આરોપીએ સજાના ડરે ઝેરી દવા પી આત્મહત્યાનો પ્રયાસ કરતા દોડધામ મચી ગઇ હતી. કાલોલ તાલુકાના ભેડીદ્રા ગામના દેવન્દ્ર જામસિંહ ચૌહાણ સામે બે વર્ષ અગાઉ કાલોલ તાલુકાના વેજલપુર પોલીસ મથકે નોંધાયેલા પોક્સોના ગુનાનો નોંધાયો હતો. પરંતુ આરોપી જામીન મુક્ત હોવાથી મંગળવારે ગોધરા કોર્ટમાં મુદત હોવાથી કોર્ટ પરિસરમાં આવ્યો હતો. ત્યારે અચાનક કોર્ટ પરિસરમાં જ ઝેરી દવા ગટગટાવી આત્મહત્યાનો પ્રયાસ કરતા ભારે દોડધામ મચી જવા પામી હતી.

કોર્ટ પરિસરમાં હાજર સ્થાનિક પોલીસ તેને તાત્કાલીક સારવાર અર્થે ગોધરા સિવિલ હોસ્પિટલ ખાતે લઈ ગઈ હતી અને પ્રાથમિક સારવાર મળતા તેની સ્થિતિ હાલ સુધારા પર હોવાનું જાણવા મળ્યું હતું. આરોપી દેવેન્દ્રને પોક્સોના કેસમાં સજા થશે તેવા ડરે ફોરેટ નામની ઝેરી દવા પીધી હોવાનું જાણવા મળ્યુ છે. અને ગોધરા કોર્ટમાં મુદત હોવાથી ધરેથી એકલો જ આવ્યો હોવાનું જણાવ્યું હતું. ગોધરા કોર્ટ પરિસરમાં ઝેરી દવા પીને આત્મહત્યાનો પ્રયાસ કરતા સમગ્ર કોર્ટ સંકુલમાં ચર્ચાનો વિષય બન્યો હતો. આ મામલે પોલીસે વધુ તપાસ હાથ ધરી હતી.

અન્ય સમાચારો પણ છે...