કાર્યવાહી:વેજલપુર પાસે બેઢિયાના યુવકો પર હુમલો : 1 મોત

કાલોલ22 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • જૂની અદાવત અને બે કોર્ટ કેસ હોવાથી હુમલો કરાયો હોવાનો ફરિયાદમાં ઉલ્લેખ : વેજલપુર પોલીસ મથકે 7 સામે ફરિયાદ નોંધાઇ
  • ઉછીના પૈસા લેવા બાઇક પર નીકળેલા ત્રણને આંતરી મારક હથિયારો સાથે હુમલાખોરો તૂટી પડ્યાં : લોકો દોડી આવતાં ભાગી ગયા

કાલોલના બેઢીયામાં રહેતા નરેન્દ્રસિંહ જશવંતસિંહ ચૌહાણ, રણવિરસિંહ ઉર્ફે તુસલો કલ્યાણસિંહ ચૌહાણ તથા વનરાજસિંહ લક્ષ્મણસિંહ ચૌહાણ તા.8 જાન્યુના રોજ મોટર સાયકલ લઈ ભુખીમાં રહેતા વનરાજસિંહના બનેવી રાજેન્દ્રભાઈ જયદિપસિંહ જાદવના ઘરે ઉછીના પૈસા લેવા માટે ગયેલ હતા.

ત્યાથી પરત ફરતા વેજલપુરના ખરસાલીયા રોડ ઉપર આવેલ પેટ્રોલપંપ ઉપર મોટર સાયકલમાં પેટ્રોલ પુરાવ્યા બાદ નીકળતા હતા. તે વખતે તેમનો મિત્ર અક્ષયકુમાર પરમાર ફોર વ્હીલ ગાડી લઇને ઉભેલ હોય તે મળતા તેની સાથે વાતચીત કરતા હતા. અને અચાનક ધારા હોટલ ચલાવતા પ્રકાશ ઉર્ફે ભયલુ ગણપતિસંહ પટેલ તથા શૈલેષભાઈ સોલંકી આવી બોલાચાલી કરી ગાળો ગાળી કરતા હતા.

શલેષના હાથમાં ભાલો હતો તે અક્ષયની ગાડી ઉપર ઉગમતો હતો તેવામાં બેઢીયામા રહેતા જયદિપસિંહ ઉર્ફે ફોફો નટવરસિંહ ચૌહાણ, દશરથસિંહ ઉર્ફે કારણે હિમ્મત સિંહ ચૌહાણ, દિલીપભાઈ ઉર્ફે ભાથી નટવરસિંહ ચૌહાણ, રાજેશભાઈ ઉર્ફે મઘડો કાળુભાઈ ચૌહાણ અને હાર્દિકભાઈ ઉર્ફે દિપો હિમ્મતસિંહ ચૌહાણ ભેગા થઈ ગાળો બોલી મારી નાખો તેમ બુમો પાડતા દોડી આવતા અમો ત્રણેય છુટા છવાયા સંતાઇ ગયા હતા.

ત્યારે નરેન્દ્રસિંહ તથા વનરાજસિંહે જોયુ કે બેઢીયાથી અાવેલા પાંચેય જણા હથીયારોથી રણવિરસિંહના આખા શરીરે જેમ ફાવે તેમ માર મારતા હતા. ત્યારે પેટ્રોલપંપ પર કામ કરતા માણસો તેમજ અન્ય માણસો આવી જતા તેઅો દુર ભાગી ગયેલા હતા.

જ્યારે રણવિરસિંહ કલ્યાણસિંહ ચૌહાણને હાથે પગે માથામાં સખત ઈજાઓના કારણે 108 દ્વારા ગોધરા સિવીલ હોસ્પિટલમાં દવા સારવાર કરવા દાખલ કરેલ અને વધુ સારવાર માટે રાત્રે વડોદરા સરકારી દવાખાનામાં લઈ જતા બેઢીયાથી રણવિરસિંહના માતા લલીતાબેનને બેસાડી વડોદરા દવા સારવાર માટે લઈ ગયેલા અને વધુ સારવાર માટે અમદાવાદ સિવીલ હોસ્પિટલમાં દાખલ કરેલ છે. ઈજાગ્રસ્ત રણવીરસિંહને જયદીપસિંહની પત્ની સાથે પ્રેમ સંબંધ હોય આ બાબતે રણવીરસિંહ ઉપરાંત પાંચ સામે બળાત્કારની ફરિયાદ નોધાવી હતી.

જેનો કેસ ગોધરા કોર્ટમાં ચાલે છે. તથા ગત વર્ષે ધુળેટીમાં દશરથસિંહનાં ભાઈ વિજ્યસીહે રણવીરસિંહ સહિત કુલ ચાર સામે માર મારવાની ફરિયાદ નોંધાવી હતી. જેનો પણ કોર્ટ કેસ ચાલતો હોવાનુ ફરીયાદમાં જણાવેલ છે અને આ બનાવોની અદાવત રાખી એકસંપ કરી પુર્વ આયોજીત કાવતરાનાં ભાગરૂપે મારી નાખવાનાં ઈરાદે હૂમલો કર્યો હોવાની નરેન્દ્રસિંહ જશવંતસિંહ ચૌહાણે વેજલપુર પોલીસ મથકે સાત ઈસમો વિરૂધ્ધ ફરીયાદ નોંધવતા ગુનો દાખલ કરેલ છે.

જ્યારે પોલીસ પાસેથી મળતી માહીતી મુજબ ઈજાગ્રસ્ત રણવીરસિંહ ઉર્ફે તુસલો કલ્યાણસિંહ ચૌહાણનું સારવાર દરમ્યાન મોત નિપજયું છે. વેજલપુર પીએસઆઈ આર આર ગોહીલે આરોપીઓને ઝડપી પાડવાના ચક્રો ગતીમાન કરેલ છે.

અન્ય સમાચારો પણ છે...