કાર્યવાહી:ગોધરાના 4 ઇસમોના નામ GSTની કરચોરીમાં ખુલતાં ATSના ધામા

ગોધરા20 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • GSTના કરચોરોને પકડાવાની કામગીરી વિભાગે ATSને સોંપી
  • 12 જિલ્લામાં કુલ 90 વ્યક્તિઓના નામ ખુલ્યા હતા

રાજ્યમાં GSTની ચોરી કરનાર સામે કાર્યવાહી કરવા વિભાગે અભિયાન ચાલુ કર્યુ છે. મોટી GST ચોરી કરનારને પકડવામાં વિભાગને સફળતા ના મળતાં GSTની ચોરી કરતા લોકોને પકડવાની કામગીરી GST વિભાગે ગૂજરાત ATS પોલીસ ને સોંપી છે. રાજ્યભરમાં જીએસટી કર ચોરી મામલે 12 જિલ્લામાં કુલ 90 વ્યક્તિઓના નામ ખુલ્યા હતા. જે પૈકી ગોધરા શહેરમાં પણ 4 વ્યકિતઓના નામ ખુલ્યા હતા.

ગુજરાત ATS અને જીએસટી વિભાગ દ્વારા કર ચોરી મામલે ગોધરા શહેરમાં સંયુક્ત રીતે ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું. ATSની ટીમે ગોધરાની સ્થાનિક તપાસ એજન્સીને સાથે રાખી 4 વ્યક્તિઓની તપાસ હાથ ધરવામાં આવી હતી, 4 વ્યક્તિઓ પૈકી 3 વ્યક્તિઓના સરનામા સાચા હોવાનું સામે આવ્યું છે, 3 સાચા સરનામાની જગ્યાએ ATS દ્વારા સ્થાનિક તપાસ એજન્સીને સાથે રાખી તપાસ કરતા કોઈ ઈસમ મળી આવ્યો ન હતો, નામ સરનામાની ખરાઈ થયેલા 3 ઈસમો પણ ન મળી આવતા પોલીસે તેમની અટકાયત કરવા માટે વધુ કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

અન્ય સમાચારો પણ છે...