લમ્પી વાયરસને પગલે તંત્ર સજ્જ:ગોધરાના ઓરવાડા ગામે પશુપાલનની ટીમ દ્વારા 300 પશુઓને રસી આપવામાં આવી

પંચમહાલ (ગોધરા)17 દિવસ પહેલા
  • કૉપી લિંક

ગુજરાતમાં લમ્પી વાયરસનો કહેર પશુઓમાં જોવા મળી રહ્યો છે, ત્યારે પશુ સામે ખતરા સમાન આ વાયરસ સાબિત થઇ રહ્યો છે. ત્યારે ગુજરાત રાજ્યમાં લમ્પી વાયરસનો પ્રકોપને કાયમી નાબૂદ કરવા માટે સંક્રમિત ગાયો અને પશુઓની સારવાર માટે પંચમહાલ જિલ્લાના ગોધરા તાલુકાના ઓરવાડા ગામે આજરોજ જિલ્લા પંચાયતના દંડક એ.બી.પરમાર જિલ્લા પશુપાલન અધિકારીને રજૂઆત કરી હતી કે, અમારા વિસ્તારમાં પશુઓને વેક્સિન મુકવા માટે આવો. જેથી આજરોજ જિલ્લા પશુપાલન અધિકારીની ટીમ ઓરવાડા ખાતે ઘરે-ઘરે 300 જેટલા પશુઓને વેક્સિન મૂકી હતી.

જેમાં પશુધન નિરીક્ષક દીપકભાઈ અને દીપ્તિ બેનની ટીમ દ્વારા 300 પશુઓને બીમારી સામે રક્ષણ આપવા રસીકરણ કામગીરી કરી હતી. આ ઉપરાંત નિષ્ણાંત પશુ તબીબો દ્વારા ગ્રામજનોને સૂચના આપી હતી કે, પશુઓને પૌષ્ટિક આહાર તૈયાર કરી આપવો જોઈએ. ગોધરા તાલુકાના ઓરવાડા ગામે યોજાયેલ રસીકરણ કેમ્પમાં જિલ્લા પંચાયતના દંડક એ. બી. પરમાર ગ્રામ પંચાયતના સરપંચ પશુપાલન વિભાગની ટીમ ઉપસ્થિત રહી હતી. જેમાં 300 જેટલા પશુઓને રસીકરણ કરવામાં આવતા પશુપાલન વિભાગની કામગીરીને બિરદાવી હતી.

અન્ય સમાચારો પણ છે...