ગોધરામાં કેશ ક્રેડિટ કેમ્પ યોજાયો:10 સખી મંડળોને રૂ.28 લાખની સહાયના ચેક અને 50 સખી મંડળોને રૂ.52 લાખના કેશ ક્રેડીટ મંજૂરીપત્રો અપાયા

પંચમહાલ (ગોધરા)16 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • જિલ્લામાં અત્યારસુધી 8900 સખીમંડળોની રચના કરવામાં આવી છે જેમાં 88977 મહિલાઓ જોડાયેલ છે.

દીનદયાળ અંત્યોદય યોજના અને રાષ્ટ્રીય ગ્રામીણ આજીવિકા મિશન અંતર્ગત ગુજરાત લાઈવ હુડ પ્રમોશન કંપની લી. દ્વારા ગોધરા સદાબા ફેડરેશન હોલ ખાતે કેશ ક્રેડીટ ધિરાણ કેમ્પ યોજાયો હતો. જેમાં જિલ્લા વિકાસ અધીકારી અર્જુનસિંહ રાઠોડ અને ઉપસ્થિત મહાનુભાવોના હસ્તે જિલ્લાના 10 સ્વ સહાય જૂથ સખીમંડળની બહેનોને રૂ.28 લાખની સહાયના ચેક વિતરણ કરવામાં આવ્યા હતા. તથા 50 સ્વસહાય જૂથ સખીમંડળની બહેનોને રૂ.52 લાખના કેશ ક્રેડીટ મંજૂરી પત્રો એનાયત કરવામાં આવ્યા હતા. કાર્યક્રમની શરૂઆત દીપ પ્રાગટ્ય કરીને પુસ્તક અને પુષ્પગુચ્છ દ્વારા મહાનુભાવોનું સ્વાગત કરવામાં આવ્યું હતું.

આર્થિક રીતે પગભર કરવા રૂ. 1 લાખથી 10 લાખ સુધીની કેશ ક્રેડિટ અપાય
સ્વસહાય જુથની મહિલાઓ સ્વાવલંબી બને, આજીવિકામાં વધુ સુધારો આવે અને ગરીબીમાંથી બહાર આવે એ હેતુથી 'રાષ્ટ્રીય ગ્રામિણ આજીવિકા મિશન યોજના'ની શરૂઆત કરવામાં આવી છે. ગરીબી રેખા હેઠળ જીવતા કુટુંબોની મહિલાઓને સ્વસહાય જુથોમાં સંગઠીત કરી તેઓને બચત તથા બેંકો સાથે જોડી વધુ ધિરાણ આપી એક સુવ્યવસ્થત પ્રક્રિયા દ્વારા કૌશલ્યવર્ધન તાલીમ અને માર્કેટીંગ સાથે જોડાણ કરી સખી મંડળની બહેનોને આર્થિક રીતે પગભર કરવા રૂ. 1 લાખથી 10 લાખ સુધીની કેશ ક્રેડિટ આપવામાં આવે છે.

જિલ્લામાં અત્યાર સુધી 8900 સખીમંડળોની રચના કરવામાં આવી
આ પ્રસંગે જિલ્લા ગ્રામ વિકાસના નિયામક એસ.ટી.તબિયારે જણાવ્યું હતું કે, જિલ્લાની બહેનોને પગભર કરવા સરકાર દ્વારા વિવિધ યોજનાઓ ચાલે છે તથા તેમને નાણાકીય મદદ પહોચે તે જરૂરી છે. આ માટે જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી સતત પ્રયત્નશીલ છે. મિશન મંગલમ સ્વ સહાય જુથોને બેંકમા કોઈપણ પ્રકારની મુશ્કેલી ન પડે તે માટે બેંકસખી બહેનો દ્વારા મદદ લેવા આહવાન કર્યું હતું. અહીં નોધનીય છે કે પંચમહાલ જિલ્લામાં અત્યાર સુધી 8900 સખીમંડળોની રચના કરવામાં આવી છે જેમાં 88977 મહિલાઓ જોડાયેલ છે. આ પ્રસંગે જિલ્લા પંચાયત દંડક અરવિંદસિંહ પરમાર, જિલ્લા પંચાયતના સભ્યઓ, તાલુકા પંચાયત પ્રમુખઓ અને સભ્ય , તાલુકા વિકાસ અધીકારી તથા મોટી સંખ્યામાં લાભાર્થી બહેનો ઉપસ્થિત રહ્યા હતા.

અન્ય સમાચારો પણ છે...