ભાજપના રાષ્ટ્રીય મહામંત્રીની સભા:વિધાનસભાની ચૂંટણી એ આગામી લોકસભાની સેમિ ફાઇનલ : તાવડે

ગોધરા8 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • હાલોલ, કાલોલ-ગોધરામાં ભાજપના રાષ્ટ્રીય મહામંત્રીની સભા

હાલોલ વિધાનસભા બેઠકના ભાજપના ઉમેદવારના ચૂંટણી પ્રચાર અર્થે હાલોલના મંદિર ફળિયા ખાતે, કાલોલના ભાજપના ઉમેદવાર માટે અડાદરા પાસે અને ગોધરા બેઠકના ભાજપના ઉમેદવારનો પ્રચાર અર્થે બાવાની મઢી ખાતે ભારતીય જનતા પાર્ટીના રાષ્ટ્રીય મહામંત્રી વિનોદ તાવડેની સભા યોજવામાં આવી હતી.

જનસભામાં રાષ્ટ્રીય મહામંત્રીએ જણાવ્યું હતું કે ગુજરાતમાં છેલ્લા 27 વર્ષમાં ભાજપના અલગ અલગ મુખ્યમંત્રીઓ દ્વારા કરાયેલ વિકાસ કાર્યોને આગળ ધપાવવા ફરી એકવાર ભારતીય જનતા પાર્ટીની સરકારને મત આપવા અનુરોધ કરવામાં આવ્યો હતો.

ગુજરાત વિધાનસભાની 2022ની ચૂંટણી લોકસભાની ચૂંટણી માટેની સેમી ફાયનલ હોવાનું જણાવી દેશના માનનીય વડાપ્રધાન નરેન્દ્ર મોદીને વધુ મજબૂત કરવા આગામી લોકસભાની ચૂંટણીને ધ્યાને રાખી ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટીને સમર્થન કરવા આહ્વાન કર્યું હતું.

તેઓએ અરવિંદ કેજરીવાલની આમ આદમી પાર્ટી તેમજ કોંગ્રેસ પર આકરા પ્રહારો કરી દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ દેશમાં અને ગુજરાતમાં કરેલા વિકાસ કાર્યોને ગણાવી ફરી એકવાર ગુજરાતમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નામે મત આપી ગુજરાતમાં ભાજપાની સરકાર બનાવવા આહવાન કરવામાં આવ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...