બોરૂ ગામે રેલ્વે ગરનાળાથી બાકરોલ ગામ સુધી અાશરે 1 કરોડના ખર્ચે ડામરનો રોડ મંજુર થતાં પંચાયતના માર્ગ મકાન વિભાગના કોન્ટ્રાકટર દ્વારા ડામર રોડ ની કામગીરી શરૂ કરી હતી. રેલ્વે ગરનાળાથી બાકરોલ સુધીના ડામર રોડની કામગીરી રાત્રીના સમયે ચાલુ રહેતા ગ્રામજનોઅે હલ્લાબોલ કરીને સવારે રોડની ગુણવતા પર સવાલ ઉઠાવીને રોડનું કામ બંધ કરાવ્યું હતું. નવીન રોડ બનતાની સાથે જ ઉખડી જતાં રોડમાં હલકી ગુણવતાંનું મટીરીયલ વપરાયુ હોવાનો ગ્રામજનનોઅે અાક્ષેપ કરીને માર્ગ મકાન વિભાગના અધિકારીઓ અને કોન્ટ્રાક્ટરની મિલીભગતથી રોડની ગુણવત્તા કથળી હોવાનું જણાવ્યું હતું.
ગ્રામજનોઅે માર્ગ મકાન વિભાગને રજૂઆત કરવા છતાં પણ કોઈ પગલાં લીધા ન હતા. તથા ડામરનું મટીરીયલ 55 કી.મીથી દુરથી લાવવામાં અાવે છે. દૂરથી મટીરીયલ આવતું હોવાથી સ્થળ પર આવતા ઠંડુ પડી જતા તેની ગુણવત્તા ઘટી જતી હોવાનું ગ્રામજનોઅે જણાવ્યું હતુ. ડામર રોડની કામગીરી બંધ કરાવતાં કાલોલના પંચાયત વિભાગના માર્ગ મકાનના અધીકારી સ્થળ પર અાવતાં ગ્રામજનોઅે અધિકારીને ધેરી લઇને રોડની ગુણવતાને લઇને ઉશ્કેરાયેલા ગ્રામજનોઅે અધિકારીનો ઉધડો લીધો હતો. ગ્રામજનોઅે ડામર રોડ ઉપર ફરીથી ડામરની પોલીસ કરવામાં અાવે તેવી માંગ કરી છે.
રોડ પર ડામરનું છેલ્લુ લેવલ બાકી
હાલ ડામર રોડનુ કામ ચાલુ છે. રોડ પર ડામરનું છેલ્લુ લેવલ બાકી છે. હુ દર ત્રણ દિવસે રોડનું કામ ચેક કરવા અાવું છે. ગ્રામજનોની માંગ હશે તો રોડનું કામ સુધારીને અાપીશુ: જીગર દેસાઇ, અ.મ.ઇ, કાલોલ
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.