ભાવ વધારો:નવા સત્રથી સ્ટેશનરીના ભાવ વધારો થતા વાલીઓ પર વધુ બોજ પડશે

ગોધરા17 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • પેટ્રોલ ડીઝલના ભાવ વધતાં ટ્રાન્સપોર્ટેશન મોંઘું થતાં સ્ટેશનરીમાં 30% નો ભાવ વધારો

ભાસ્કર ન્યૂઝ. અાસમાને અાંબતી મોધવારીમાં વાલીઅોને વધુ અેક બોજો સહન કરવો પડશે. અાગામી સોમવારથી ઉનાળુ વેકેશન પૂર્ણ થતા નવા સત્રની શરૂઅાત સાથે વિદ્યાર્થીઅો અાગળના વર્ગના અભ્યાસમાં જોડાશે. જેને લઇને વાલીઅો તથા વિદ્યાર્થીઅો દ્વારા નવા સત્રના અભ્યાસના પુસ્તકો સહિત સ્ટેશનરીની ખરીદી માટે દુકાનમાં પહોચ્યા છે.

પરંતુ અેક મહિના પહેલા રશિયા યુક્રેન વચ્ચે શરૂ થયેલ યુધ્ધ, જી.એસ.ટી.માં વધારો તથા પેટ્રોલ ડિઝલના વધતા જતા ભાવને કારણે કાગળના ભાવમાં વધારો થવાના કારણે ચોપડીઓ અને નોટબુકો સહિત સ્ટેશનરીના ભાવમાં 25 થી 30 ટકાનો વધારો થતા તેની સ્ટેશનરી પર પણ વ્યાપક અસર પડી છે.

શાળામાં નવા શૈક્ષણિક સત્રના પ્રારંભમાં સ્ટેશનરીના ખર્ચ બાદ બાદ વાલીઓ સ્કૂલ ફી, યુુનફિોર્મ, રીક્ષા ભાડુ સહિતના ભાવના વધારાને લઇને ચિતિંત બન્યા છે.બજારમાં સરકારી પાઠ્ય પુસ્તકોનો હાલ 10 ટકા જેટલો અાવ્યો છે.

ભાવ વધારાને કારણે ગત વર્ષ કરતાં સ્ટેશનરીના ભાવનો તફાવત
વસ્તુ ગયા વર્ષનો ભાવ અા વર્ષનો ભાવ
નોટબુકો 172 પેજ 25 30
પેન યુઝઅેન્ડ થ્રો 2 3
પેન કંપની માર્ક 10 15
કંપાસ બોક્સ 3 0 થી 75 50 થી 100
ચોપડા 172 પેજ 40 થી 50 50 થી 60

અન્ય સમાચારો પણ છે...