ગોધરામાં ચુસ્ત પોલીસ બંદોબસ્ત:ગણેશ વિર્સજનની શોભાયાત્રામાં 2600 જેટલા સુરક્ષા જવાનો બાજ નજર રાખશે

પંચમહાલ (ગોધરા)એક મહિનો પહેલા

ગોધરા શહેરમાં આવતીકાલે પાંચ પાંચ દિવસ સુધી આતિથ્ય માણ્યા બાદ શ્રીજી ભગવાનનું રામસાગર તળાવમાં વિવિધ મંડળો દ્વારા વિસર્જન કરવામાં આવશે. ત્યારે હિન્દુઓના ગણેશ મહોત્સવ દરમિયાન કોઇ અનિચ્છનીય ઘટના ન બને તે માટે સમગ્ર પોલીસ તંત્ર લોખંડી પોલીસ બંદોબસ્ત જેવી તૈયારીઓ કરી છે. સમગ્ર શહેરમાં શ્રીજીની શોભાયાત્રામાં પોલીસ જવાનો સાથે ઉચ્ચ અધિકારીઓની ચાપતી નજર જિલ્લા રેન્જ આઇજી એમ એસ ભરાડા તથા જિલ્લા પોલીસવડા હિમાંશુ સોલંકીના સૂચના મુજબ કડક પોલીસ બંદોબસ્ત સાથે શહેરના રસ્તા રસ્તા ઉપર પોલીસ જવાનો, તેમજ ધાબા પોઇન્ટ ઉપર પોલીસ જવાનોને ઉભા કરાયા છે. શોભાયાત્રામાં કોઇ વિધ્ન ન સર્જાય તે માટે જિલ્લા પોલીસવડા હિમાંશુ સોલંકી ખાસ દરેક વિસ્તારમાં જાતે ઉપસ્થિત રહેશે.

ગણપતિ વિસર્જન યાત્રાને લઇને પોલીસ તંત્ર દ્વારા સુરક્ષા કવચ પુરુ પાડવા માટે પોલીસ અધિક્ષક 01, ડીવાયએસપી 11, પીઆઈ 43, પીએસઆઇ 94, હેડ કોન્સ્ટેબલ અને કોસ્ટેબલપોલીસ 1207, મહિલા હેડ કોન્સ્ટેબલ અને કોન્સ્ટેબલ 131, હોમગાર્ડ 754, એસઆરપીની પાંચ કંપનીઓ જેમાં 350, એસઆરપી જવાન આર.એ.એફની એક કંપની જેમાં 75 જવાનો મળીને કુલ 2666 જેટલા અધિકારીઓ કર્મચારીઓ સુરક્ષા માટે તૈનાત કરવામાં આવ્યા છે.

ગોધરા શહેરમાં આવતીકાલે આનબાન અને શાન સાથે પાંચ પાંચ દિવસ આતિથ્ય માનનાર શ્રીજીનું આવતીકાલે વિસર્જનને અનુલક્ષીને પોલીસ તંત્ર દ્વારા વિસર્જનના રૂટ પર ફ્લેગમાર્ચ કરવામાં આવી હતી. જેમાં વિશ્વકર્મા ચોકથી નીકળી નીચવાસ બજાર બિસ્મિલ્લા મસ્જિદ, રાણી મસ્જિદ, પોલન બજાર, સ્ટેશન રોડ, ધક્કાથી હોળી ચકલા, રામસાગર તળાવમાં વિસર્જન થનાર છે. ત્યારે આ તમામ રૂટ ઉપર ફ્લેગ માર્ચ કરવામાં આવી અને કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે અને કોઈ અનિચ્છનીય બનાવ ન બને તેની તકેદારીના ભાગરૂપે ગોધરા શહેરમાં ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો.

અન્ય સમાચારો પણ છે...