અટલ બિહારી વાજપેયીજીની જન્મ જયંતી નિમિત્તે સમગ્ર ભારતમાં ATAL DEBATE COMPETITION 2022 નું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં ગોધરાના યુવકે ગુજરાત રાજ્યમાં ટોપ ૩ માં સ્થાન નિશ્ચિત કરી ગોધરા તેમજ પંચમહાલ જિલ્લાનું નામ રોશન કર્યું હતું. ભારતભરમાં યોજાયેલી ATAL DEBATE COMPETITION 2022 માં દરેક જિલ્લામાંથી વક્તાઓએ ભાગ લીધો હતો. તેમાં ગોધરાનો યુવક આર્ષ પુરોહિત વડોદરા મહાનગર ખાતે ભાગ લીધો હતો. વડોદરા મહાનગરમાં પ્રથમ સ્થાન નિર્ધારીત કરીને ગતરોજ કમલમ ગાંધીનગર ખાતે યોજાયેલી રાજ્યકક્ષાની સ્પર્ધામાં ટોપ ૩ માં પોતાનું સ્થાન નિશ્ચિત કર્યું હતું.
જેમાં યુવકે રાષ્ટ્ર નિર્માણ અને રાષ્ટ્ર વિકાસના મુદ્દે વક્તવ્ય આપ્યું હતું. આ સ્પર્ધામાં ટોપ ૩ માં સ્થાન મેળવનાર વિજેતાઓને રાજ્યના ગ્રૃહ મંત્રી હર્ષ સંઘવીના હસ્તે સન્માનિત કરવામાં આવ્યા હતાં. આ પ્રસંગે હર્ષ સંઘવી દ્વારા જણાવવામાં આવ્યું હતું કે, આ સ્પર્ધા ફક્ત વક્તૃત્વ સ્પર્ધા જ નહીં પરંતુ આ સ્પર્ધાના માધ્યમથી આવનારા સમયના પ્રતિનિધિ પસંદ કરવા માટેની ફિલ્ટર પ્રોસેસ હતી.
ભારતભરમાં યોજાયેલી આ વક્તૃત્વ સ્પર્ધામાં ગુજરાત રાજ્ય કક્ષાએ ત્રીજું સ્થાન મેળવી પંચમહાલ જિલ્લાના ગોધરા નાં યુવકે વડોદરા મહાનગર નું પ્રતિનિધિત્વ કરીને પંચમહાલ અને વડોદરા નું નામ રોશન કર્યું છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.