ભાસ્કર વિશેષ:ગુણકારી આમળાનું ગોધરામાં થયેલું આગમન

ગોધરા9 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • ઠંડીમાં લીલા શાકભાજીનું આગમન : ભાવમાં ઘટાડો નોંધાયો

શિયાળાને ઋતુઓનો રાજા ગણવામાં આવે છે. ત્યારે ફુલગુલાબી ઠંડીમાં લોકો સ્વાસ્થ્યને વધુ પ્રાધાન્ય આપી રહ્યાં છે. શિયાળામાં બજારમાં ફળો અને શાકભાજીઓનો ખડકલો જામે છે. જે સ્વાસ્થ્ય માટે પણ ખૂબ જ લાભદાયી છે. આંબળા પણ એક એવું ફળ છે જે કદમાં નાનું અને લીલો રંગ ધરાવતું ફળ છે. આ ફળનો સ્વાદ ખાટો હોય છે.

આયુર્વેદમાં આ ફળને અત્યંત સ્વાસ્થ્યવર્ધક માનવામાં આવેલું છે. આમળાં વિટામિન 'સી' મેળવવા માટેનો સર્વોત્તમ અને પ્રાકૃતિક સ્રોત છે. ગોધરા શહેરમાં આવેલા શાકમાર્કેટમાં આમળાનું વેચાણ કરતી અનેક લારીઓ પણ નજરે પડી રહી છે.

જંગલ વિસ્તારમાંથી આમળાની ખરીદી કરવામાં આવતી હોવાનું વેપારીઓએ જણાવ્યું હતું આમળાને મીઠા અને હળદરના પાણીમાં નાંખી આથો લાવી ખાવાની પ્રચા પ્રચલિત છે. કેટલીય ગૃહિણીઓ આમવાળનો રસ કાઢી તેનો વિવિધ રીતે ઉપયોગ કરે છે. તો કેટલાક લોકો આંબળાનુ ચ્યવનપ્રાશ પણ બનાવી શિયાળામાં ખાતા હોય છે.

અભ્યાસ તયા સંશોધનો દર્શાવે છે કે આમળાં દાહ, પાંડુરોગ, રક્તપિત્ત, અરુચિ, ત્રિદોષ, દમ, ખાંસી, શ્વાસ રોગ, કબજિયાત, ક્ષય, છાતીના રોગ, હૃદય રોગ, મૂત્ર વિકાર આદિ અનેક રોગોને નષ્ટ કરવાની શક્તિ ધરાવે છે. આંબળા વિટામીન-સીનો ખૂબ સારો સ્ત્રોત છે. આ વિટામીન પાણીમાં દ્રાવ્ય છે જે એન્ટી ઓક્સિડેન્ટ તરીકેનું કામ કરે છે. તે ઓક્સિડેટીવ સ્ટ્રેસ સામે કોશિકાઓના રક્ષણ ઉપરાંત રોગપ્રતિકારક શક્તિ વધારે છે.

અન્ય સમાચારો પણ છે...