રજૂઆત:ગોધરા મુસ્લિમ ઘાંચી સમાજ વક્ફ (શૂરા)ના આગેવાનોનું આવેદન

ગોધરા20 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • નુપુર શર્મા અને નવીન જીંદાલ સામે કાર્યવાહીની માંગ

ગોધરામાં ગુરૂવારે કલેકટર કચેરીના ગેટ પાસેથી ગોધરા મુસ્લિમ ઘાંચી સમાજ વક્ફ(શૂરા) અને ગોધરા મુસ્લિમ સમાજના અાગેવાનો રેલી સ્વરૂપે કલેકટર કચેરીઅે પહોચીને અાવેદનપત્ર અાપ્યું હતું. જેમાં મોટી સંખ્યામાં મુસ્લિમ સમાજના અાગેવાનો , ધાર્મીકવડાઅો સહીતનાઅો હાજર રહ્યા હતા.

આપવામાં આવેલા અાવેદનપત્રમાં જણાવેલ કે ખાનગી ટી.વી. ચેનલ પર ડિબેટ દરમ્યાન ભાજપના રાષ્ટ્રીય પ્રવકતા નુપુર શર્મા દ્વારા પયગંબર હઝરત મુહમ્મદ (સ.અ.વ) સાહેબની શાનમાં અભદ્ર અને અપમાન જનક શબ્દો બોલવામાં અાવ્યા હતા. જેનાથી ભારત સહીત સમગ્ર વિશ્વના મુસ્લિમોની લાગણી દૂભાઈ છે અને વિશ્વમાં દેશની છબી ખરડાઈ છે.

એટલું જ નહીં સ્વતંત્રતા પછી વૈશ્વિક કક્ષાએ દેશના ગૌરવ અને આત્મ સન્નમાન સામે સૌથી મોટો પ્રશ્ન ઉભો થયો છે. અભદ્ર ટિપ્પણી કરતાં ભાજપ પક્ષે નુપુર શર્મા અને નવિન જીંદાલને પોતાની પાર્ટીમાથી બરતરફ કરી પક્ષ તરીકેની જવાબદારી પૂરી કરી છે. તે સરાહનીય છે પરંતુ ભાજપ પક્ષની જ સરકાર દ્વારા આ બાબતે કોઈ કાનૂની કાર્યવાહી કરવામાં આવી નથી તે દુ:ખદ બાબત છે. અને તેનાથી દેશના મુસ્લીમોની લાગણી દૂભાઈ છે.

તેથી નુપુર શર્મા, નવિન જીંદાલ અને તેમના સમર્થકો વિરૂદ્ધ સરકાર દ્વારા સખતમાં સખત કાનૂની કાર્યવાહી કરવામાં આવે અને ભવિષ્યમાં કોઈ પણ ધર્મના વ્યક્તિઓની લાગણી દૂભાય તેવા ઉચ્ચારણોને અટકાવવા સખત કાનૂન બનાવવા તેમજ ટી.વી. ચેનલો માટે પણ ચોક્કસ માર્ગદર્શિકા જાહેર કરવા અાવે તેવી માંગ કરતું અાવેદનપત્ર અાપ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...