વડોદરાના મકરપુરા સ્થિત SRP ગ્રૂપ 9 માં વર્ષ 2021 માં અાઇપીઅેસ અધિકારી મોહિત ડી.જાની કમાન્ડર અધિકારી અને તેમની પત્ની જાગૃતિબેન દ્વારા સરકારી નોકરી અપાવવાની લાલચ અાપીને ગોધરા તાલુકાના 10 યુવાનો પાસેથી રૂા.50 લાખ લીધા બાદ સરકારી નોકરી નહીં અાપીને છેતરપિંડી કરી હોવાની અાક્ષેપ કરતી અરજી ગોધરા કોર્ટમાં દાખલ કરવામાં અાવી છે. કોર્ટ દ્વારા અરજદારની અરજી સ્વીકારતાં નોકરી વચ્છુઅોને રાહત થઇ હતી.
વર્ષ 2021 માં અાઇપીઅેસ મોહિત જાની તથા તેમની પત્ની જાગૃતિબેન દ્વારા કાયમી નોકરીનો અાર્ડર અાપવાના હોવાથી અેક વ્યક્તિ દીઠ રૂા.5 લાખની માંગણી કરી હતી. 10 યુવાનો પાસેથી 50 લાખ રૂપિયા ઉઘરાવીને નોકરીના અાર્ડર અાપવાની બાંહેધરી અાપી હતી. જાનીઅે વડોદરાની સાંઇકૃપા સર્વિસ પ્રોવાઇડર નામની ખાનગી કંપનીના નોકરીના અોર્ડર અાપતાં યુવાનોને સરકારી નોકરીના અાર્ડર ન મળતાં છેતરાયા હોવાનો અેહસાસ થતાં તેમણે જાનીના બંગલે નાણાની માંગણી કરી હતી. જો કે અધિકારી, તેમની પત્ની , પુત્ર તથા પુત્રી ગુસ્સે થઇને તમારા નાણા મળશે નહિ કહી જાનથી મારી નાખવાની ધમકી અાપી હોવાના અાક્ષેપ અરજી ગૃહમંત્રી તથા રાજય પોલીસવડાને કરી હતી. આ ઉપરાંત યુવકો દ્વારા ગોધરા ચીફ કોર્ટમાં અરજી દાખલ કરી હતી.આગામી 17 માર્ચના રોજ સુનાવણી થશે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.