કાલોલ નગરપાલિકાનું અસ્તિત્વ ન હતું ત્યારથી એટલે કે કાલોલ ગ્રામ પંચાયત, નગર પંચાયત, નગરપાલિકા(બરો)ના કાર્યકાળથી હિન્દુ ધર્મના સૌથી મોટા એવા હોળીના તહેવારમાં લાકડાની જરૂરિયાત પૂરી પાડતું હતું. ત્યારે શનિવારે નગરપાલિકાના ચીફ ઓફિસરે \"જાહેર જનતા જોગ હોળીકા દહન માટે લાકડા મળશે નહીં\" જાહેરાત કરતાં આયોજો ચિૈતામાં મુકાયા છે.
પર્યાવરણના જતન માટે પાલીકા દ્વારા હોલિકા દહન માટે લાકડાની કોઈ વ્યવસ્થા કરવામાં આવશે નહિ, હોલિકા દહનના સ્થળે ડસ્ટ તેમજ માટી નાખી આપવામાં આવશે. હોલિકા દહન માટે લાકડાની વ્યવસ્થા જાતે કરવાની રહેશે તેવી જાહેરાત આપી હતી. પાલીકા દ્વારા લેવાયેલા નિર્ણયથી લોકોમાં પાલીકા સમાે છુપો રોષ જોવા મળી રહ્યો છે.
પાલિકાના નિર્ણયથી નારાજ છીએ
અમો વર્ષોથી આ હોળી પ્રગટાવીએ છીએ અને પાલીકા દ્વારા લાકડાની વ્યવ્સથા કરવામાં અાવે છે. પરંતુ તાજેતરમાં નગરપાલિકાના જાહેરાત દ્વારા લાકડા આપવાની ના પાડી છે. તેથી અમો હોળી ચકલાના રહીશો અંગત ફંડ ફાળો ઉઘરાવી હોળીકા દહન કરીશું. પાલિકાના નિર્ણયથી અમે નારાજ છીએ. - પ્રતિકભાઇ ત્રિવેદી
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.