ભારત દેશમાં થી હજ 2023 માં હજ યાત્રાએ જનાર હજયાત્રીઓં માટે હજુ સુધી ઓન લાઈન પ્રકિયાની તારીખ હજુ જાહેર કરાઇ ન હોવાથી ગોધરા શહેર અને જિલ્લાના હજયાત્રાએ જનાર લોકોમાં હાલમાં ઘણો રોષ જોવા મળી રહ્યો છે. હજ યાત્રાની શરૂઆત કરવા પહેલા લોકોને એક લાંબી તૈયારી કરવી પડતી હોય છે. ગત વર્ષ 2022 હજ યાત્રાની ફોર્મ ભરવાની પ્રક્રિયા 2022 નવેમ્બરમાં શરૂઆત થઇ ચુકી હતી ત્યારે આ વર્ષે પરિસ્થતિ તદ્ન અલગ ઉભી થતા લોકોને પુરતી માહીતી મળી નથી.
હજ યાત્રાએ જનાર ઇચ્છુક લોકો હજ કમિટી ઇન્ડિયા દ્વારા કયારે ઓન લાઈન ફોર્મ સ્વીકારવાની શરૂઆત કરશે તેની હાલમાં લોકો ચાતક નજરે રાહ જોઈ રહ્યા છે. જેને લઈને લોકો પાછલા બે માસ થી પોતાના જરૂરી કાગળો તૈયાર કરીને બેઠા છે અને તેઓ બે માસથી હજ કમિટી ઓફ ઇન્ડિયાની મુંબઈ અને અમદાવાદ ખાતેની ઓફિસ સતત ફોન કાર્ય કરે છે. પણ ત્યાં થી કોઈ પણ વ્યવસ્થિત જવાબ મળી રહ્યો નથી. હજ યાત્રીઓને ફોન ઉપર એકજ જવાબ મળી રહે છે કે ટૂંક સમયમાં ફોર્મ સ્વીકારવાની શરૂઆત થશે એટલે હજ યાત્રાએ જનાર લોકો ઘણા ચિંતિત છે.
જલ્દી ફોર્મ સ્વીકારવાની પ્રકિયા પ્રારંભ કરવી જોઈએ
શહેરના અસંખ્ય લોકો જે હજ યાત્રાએ જનાર છે તેઓ પાછળ કેટલા સમય થી ઓન લાઈન ફોર્મ ભરવાની પ્રક્રિયાની રાહ જોઈને બેઠા છે. પણ હજુ સુધી હજ કમિટી ઓફ ઇન્ડિયા દ્વારા ઓન લાઈન ફોર્મ ભરવાની પ્રક્રિયાની શરૂઆત નહિ થતા શહેર અને જિલ્લાની પ્રજામાં હાલમાં ઘણો રોષ જોવા મળી રહ્યો છે. તાકીદે હજ કમિટી ઓફ ઇન્ડિયાએ આ સમસ્યાનું જલ્દીથી સમસ્યાનું નિરાકરણ લાવીને જલ્દી થી ફોર્મ સ્વીકારવાની પ્રકિયા પ્રારંભ કરવી જોઈઅે.- હનીફભાઇ કંલદર(બાપુ), પુર્વ કાઉન્સીલર
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.