ચોરીનું તરકટ:ગોધરામાં આંગડિયાના મેનેજરને દારૂ પીવડાવી નોકરે 47 લાખ ભરેલી બેગચોરીને મિત્રને આપી દીધી!

ગોધરાએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • મિત્રે 47 લાખ ભરેલી બેગ મોડાસામાં મામાને ઘરે મૂકીને ગોધરા આવી ગયો
  • પોલીસે ચોરાયેલા ‌47 લાખમાંથી 45 લાખ રોકડા કબજે કર્યા
  • ગોધરાની આંગડિયા પેઢીના કર્મચારી દ્વારા ચોરીનું તરકટ
  • પોલીસે સીસીટીવી ફૂટેજ અને ફૂટ પ્રિન્ટના આધારે ચોરી કરનાર નોકર તથા મદદગારી કરનાર બેને પકડયા : ગણતરીના કલાકોમાં ચોરીનો ભેદ ઉકેલ્યો

ગોધરાના સોનીવાડમાં અાવેલ અાંગડીયા પેઢીમાંથી રૂા. 47 લાખ રોકડાની ચોરી થયાની ફરીયાદ નોંધાતા પોલીસે ગણતરીના કલાકોમાં પેઢીના નોકર સહિત 3ને સીસીટીવી કુટેજ તથા ફુટ પ્રીન્ટના અાધારે પકડી પાડીને જેલના સળીયા પાછળ ધકેલી દીધા હતા. પેઢીમાંથી રૂા.47 લાખની ચોરી કરીને પૈસા મોડાસા સંબંધીને ત્યાં મુકી અાવ્યા હતા. પોલીસે મોડાસા ખાતેથી રૂા.45 લાખ કબજે કરીને કાર્યાવાહી હાથ ધરી હતી.

ગોધરાના સોનીવાડમાં પટેલ મહેન્દ્રભાઇ સોમાભાઇની અાંગડીયાની પેઢી છે. પેઢીના મેનેજર જયપાલસિંહ રાઠોડ તથા સાળો મેહુલ સોલંકી નોકરી કરતાં હતા. ગુરૂવારે પેઢીનો હિસાબ કરીને છેલ્લે રૂા.47 લાખનું બોકસ બનાવીને કબાટમાં મુક્યું હતુ. રાતે સુવા જતાં મકાનના ધાબાના દરવાજા ખુલ્લા રાખ્યા હતા. તે દરમ્યાન અજાણ્યા ચોરે ધાબા પરથી અાવીને ખુલ્લા કબાટમાંથી રૂા.47 લાખ રોકડા તથા બે મોબાઇલની ચોરી કરીને લઇ ગયા હોવાની ફરીયાદ ગોધરાના બી ડીવીઝન પોલીસ મથકે નોધાઇ હતી.

ગોધરા અેલસીબી પોલીસ, બી ડીવીઝન પોલીસની સંયુકત ટીમ દ્વારા અાંગડીયાની ચોરીની તપાસ હાથ ધરી હતી. પોલીસે અાંગડીયા પેઢીના નોકરની પુછપરછ કરી હતી. પોલીસે સીસીટીવી કુટેજ, હ્યુમન તથા ટેક્નિકલ સોર્સના અાધારે તપાસ કરતા અાંગડીયા પેઢીમાં રૂા.47 લાખ રોકડાની ચોરીમાં પેઢીનો નોકર મેહુલસિંહ તખતસિંહ સોલંકી સંડોવાયેલો હોવાનુ બહાર અાવ્યું હતુ. પોલીસે મેહુલની પુછપરછ કરતાં તેને પેઢીના કબાટમાંથી રૂા.47 લાખની ચોરી કરીને તેના મિત્ર દર્શન ઉફે પેન્ટર પંકજભાઇ સોનીને અાપ્યા હતા.

દર્શને તે રૂા.47 લાખ મોડાસા ખાતે રહેતા મામા નરેન્દ્રભાઇ સોનીના ઘરે મુકી અાવ્યો હતો. પોલીસે મોડાસાની પંચ જયોત સોસાયટીમાં રહેતા નરેન્દ્રભાઇ સોનીના ઘરેથી ચોરી કરેલા રૂા.47 લાખમાંથી રોકડા રૂા.45 લાખ રોકડા મળી અાવ્યા હતા. પોલીસે ચોરી થયાના ગણતરીના કલાકોમાં અાંગડીયા પેઢીમાંથી ચોરી કરનાર તથા સંડોવાયેલા 3 ને ઝડપી પાડ્યા હતા.

પોલીસે ~2લાખ ક્યાં ગયા તેની પૂછપરછ કરી છે
દર્શન સોનીને અાંગડીયા પેઢીના નોકરે અાપેલા રૂા.47 લાખ ગાડી લઇને દોઢ કલાકમાં મોડાસા પહોચીને મામાના ધરે પૈસા મુકીને ફટાફટ પાછો ગોધરા અાવ્યો હતો. પેઢીના નોકર મેહુલે દર્શનને રૂા.47 લાખ રોકડા અાપ્યા હતા. પરંતુ પોલીસે મોડાસા ખાતે નરેન્દ્રભાઇ સોનીના ધરેથી રૂા.45 લાખ રોકડા મળ્યા હતા. રૂા.2 લાખ કયા ગયા તેની પુછપરછ પોલીસ કરી રહી છે. ત્યારે પેઢીમાંથી ચોરીનો સફળ પ્લાન બનાવ્યો છતાં પોલીસે ગણતરીના કલાકોમાં ચોરીના મુદ્દામાલ સાથે ત્રણની ધરપકડ કરી હતી.

ફૂટ પ્રિન્ટ અાધારે ચોરીની કડીઅો મળી
અાંગડીયા પેઢીના મેનેજરનો સાળો મેહુલ સોલંકી તથા દર્શન સોની મિત્ર હોવાથી તેઅોઅે પેઢીમાંથી ચોરી કરવાનો પુર્વ અાયોજીત પ્લાન બનાવ્યો હતો. મેહુલ તથા દર્શને દારૂ મંગાવીને પેઢીના મેનેજરને દારૂ પીવડાવ્યો હતો. દારૂ પીધા બાદ મેનેજર સુઇ જતાં પેઢીમાં નોકરી કરતા મેહુલ સોલંકીઅે કબાટમાંથી રૂા.47 લાખ રોકડા લઇને દર્શન સોનીને અાપ્યા હતા. દર્શન સોની પૈસા લઇને શહેરના સીસીટીવી કેમેરામાં કેદ ના થાય તેવી રીતે મોડાસા પહોંચ્યો હતો. જયાં દર્શને તેના મામા નરેન્દ્રભાઇ સોનીના ઘરે પૈસા ભરેલી બેગ મુકીને ફટાફટ ગોધરા અાવીને સુઇ ગયો હતો. ફરીયાદ બાદ પોલીસે અાંગડીયાના નોકર મેહુલના ફુટ પ્રિન્ટ અાધારે પેઢીનો નોકર ચોરીમાં સંડોવાયેલ હોવાનું જણાતાં ચોરીની કડીઅો મળી હતી.

ચોરીના ~47 લાખમાંથી ~45 લાખ રીકવર કર્યા, કર્મચારીએ કાવતરું કરી રૂપિયા ગુમ કર્યા
સોનીવાડમાં અાવેલ મહેન્દ્રભાઇ અાંગડીયા પેઢીમાંથી રૂા.47 લાખના પેકેટની ચોરીની ફરીયાદ નોધાઇ હતી. જેથી અેલસીબી પોલીસે, બી ડીવીઝન પોલીસે તથા ડીવાયઅેસપીની ટીમોઅે તપાસ કરતાં પેઢીનો કર્મચારી મેહુલ સોલંકી અને તેના મિત્ર દર્શન સોની સાથે કાવતરુ રચીને રૂા.47 લાખ રોકડાના પેકેટ ગુમ કર્યા હતા. દર્શન સોનીઅે મોડાસા ખાતે સગા નરેન્દ્રભાઇ સોનીને ત્યાં મુકયા છે. પોલીસે સીસીટીવી તથા ટેકનીકલ સર્વેલન્સના અાધારે તપાસ કરીને ચોરીના રૂા.47 લાખમાંથી રૂા.45 લાખ રીકવર કર્યા છે. બાકીના બે લાખની રીકવરીની તપાસ ચાલી રહી છે>હીમાંસુ સોલંકી, જિલ્લા પોલીસવડા

અન્ય સમાચારો પણ છે...