કાર્યવાહી:બાઈક પર લઈ જવાતા માંસના જથ્થા સાથે એક ઈસમ પકડાયો

ગોધરા20 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • પોલીસે 12 કિલો માંસના જથ્થા કબ્જે કરીને કાર્યવાહી કરી

વેજમાં પાસેથી બાઇક પર થેલામાં માંસના જથ્થા સાથે અેકને પોલીસને પકડી પાડયો હતો. પોલીસે 12 કિલો માંસનો જથ્થો, અેક મોબાઇલ તથા બાઇક મળીને કુલ રૂા.55 હજારનો મુદ્દામાલ કબજે કર્યો હતો . મોરવા હડફ પોલીસ ને ખાનગી બાતમીદાર દ્વારા ચોક્કસ બાતમી મળી હતી કે કુવાઝર ગામનો સોયેબ રામપુરીયા ઘરેથી ગૌમાંસનો જથ્થો ભરીને બાઈક ઉપર મુકી કુવાઝર થી ડાંગરીયા તરફ જવા અંતરિયાળ રસ્તે થઈ વેજમાં તરફ આવનાર છે.

મોરવાહડફ પોલીસે વેજમા ત્રણ રસ્તા ઉપર બાઈકની તપાસ માટે વોચ ગોઠવતા ત્યાંથી એક બાઈક પસાર થતાં પોલીસના માણસોએ બાઈક ચાલકને બાઈક ઉભી રાખવા ઈશારો કરતા બાઈક ઉભી રાખતા કોર્ડન કરી બાઈક ચાલકને પકડી પાડી તેનું નામઠામ પૂછતાં સોયેબ રામપુરીયા રહે.કુવાઝર બજારનો હોવાનું જણાવ્યું હતું.

તથા બાઈક પર જમણી અને ડાબી સાઈડે મુકેલ થેલામાં તપાસ કરતા તેમાં માંસ ભરેલ હોવાનું સામે આવ્યું હતું,જેથી પોલીસે ઝડપાયેલા ઈસમની પૂછપરછ કરતા તેને કોઈ સંતોષકારક જવાબ નહીં આપતા માંસ સહિતના મુદ્દામાલ સાથે ઝડપાયેલ ઈસમને મોરવાહડફ પોલીસ મથકે લાવી માંસનું વજન કરાવતા 12 કિલોગ્રામ જેની કિંમત રૂા.2640 તેમજ એક મોબાઈલ ફોન,રોકડ રકમ અને બાઈક મળી કુલ રૂા.55590 નો મુદ્દામાલ કબ્જે કર્યો હતો.

અન્ય સમાચારો પણ છે...